ગેંગસ્ટર વિકાસ દુબે અને તેના સાથીઓનાં એન્કાઉન્ટર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૦ જુલાઈએ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરવાની માગણી કરતી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. ચીફ જસ્ટિસ એસ એ બોબડેનાં વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું કે, દુબે અને તેનાં સાગરીતો તેમજ ગેંગસ્ટર દ્વારા ૮ પોલીસની હત્યા કરવાના કેસની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરવા નિવૃત્ત જજનાં વડપણ હેઠળ સમિતિની રચના કરવા સુપ્રીમ કોર્ટ વિચારણા કરશે. યુપી સરકાર આ મામલે ૧૬ જુલાઈએ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે સોમવારે આ કેસમાં પૂર્વ કે સિંટિંગ જજનાં વડપણ હેઠળ જ્યુડિશિયલ કમિશન રચવાની માગણી કરતી અરજી ફગાવી હતી.