કોરોના મહામારીને જોતા ચૂંટણી પંચે વૉટિંગના નિયમોમાં મોટા ફેરફારો કર્યો છે. જેમાં 65 વર્ષથી વધુ ઉંમરના મતદાતાઓ અને કોરોનાના દર્દી કે કોરોનાના શંકાસ્પદ મતદાતાઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ બાબતે કાયદા મંત્રાલય દ્વારા નોટીફિકેશન જારી કરવામાં આવ્યું છે.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહમંત્રાલયની ગાઈડ લાઈન્સનું પાલન કરવામાં આવશે. ચૂંટણી પંચે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે બિહારમાં પોલિંગ બૂથ વધારવાના આદેશ આપી દીધા છે. જેનાથી એક પૉલિંગ સ્ટેશન પર 1000થી વધુ મતદાતો નહીં હોય, જેનાથી વધારે મતદાતાઓની ભીડ એકઠી ના થાય.
ઉલ્લેખનીય છે કે, બિહારમાં વિધાનસભાની 243 સીટો છે અને હાલની વિધાનસભાની મુદ્દત 29 નવેમ્બર સુધી છે. આથી ચૂંટણી પંચે નવેમ્બર પહેલા ચૂંટણીનું આયોજન કરાવવાનું રહેશે. આ વખતે પણ બિહારની ચૂંટણી અનેક તબક્કાઓમાં કરાવવામાં આવી શકે છે.