ગુજરાતની છ મહાનગરપાલિકાની 575 બેઠકો માટે ચૂંટણી લડી રહેલા 2276 ઉમેદવારોનું ભાવિ સીલ કરવા માટે છ મહાનગરપાલિકાઓના 1,14,66,973 મતદારો આજે મતદાન કરશે. તેમાં 60,060,435 પુરૂષ મતદાતાઓ અને 54,06,538 સ્ત્રી મતદાતાઓ મતદાન કરશે. અમદાવાદ મહાનગર પાલિકાના 48 વોર્ડની 191 બેઠકો માટે આજે મતદાન થશે.
આ માટે 4536 મતદાન મથકો તૈયાર કરી દેવામાં આવ્યા છે. અમ્યુકોની ચૂંટણીમાં 24,14,483 પુરૂષ અને 22,09,942 સ્ત્રી મતદારો મતદાન કરશે. અમદાવાદમાં 16 રિટર્નિંગ ઓફિસર અને 16 આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર નિયુક્ત કરાયા છે. અમદાવાદમાં ચૂંટણી માટે 22,680 જેટલા કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે. ઉપરાંત 18,144 પોલીસ સ્ટાફની સેવા પણ લેવામાં આવી છે.
મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના 574, કોન્ગ્રેસના 566, એનસીપીના 91 અને આમ આદમી પાર્ટીના 470 તથા અન્ય પક્ષના 353 તથા 228 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. મતદાન સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી ચાલશે.