Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુંદર જીવનની કલ્પના કરવી અત્યંત સરળ છે. શરીરની અંદર આત્મા વસે છે. આત્મામાં સંગીતના સૂર વાગી રહ્યા છે. જો જીવનમાં સજાવેલા સપનાંને સાકાર કરવા હોય તો ઊંઘશો નહીં કંઈ પ્રાપ્ત કરવા માટે સતત મથવું પડે છે ઘણી વખત આપણે આજનું કામ બીજા દિવસ પર મુલતવી રાખીએ એને લીધે જીવન સડી જાય છે અને તાજગીપણું ગુમાવી નાખે છે. માણસ પાસે એવી અદભૂત આંતરિક શક્તિ છે કે એને માટે જો એ સભાનપણે યોગ્ય ઉપયોગ કરવાનું વિચારે તો એનું જીવન ઘણું  ઊંચું અને ઉત્તમ બનાવી શકે છે એ વાત વિષે બેમત નથી. આપણા જીવનને ઘાટ આપનારી કોઈ વસ્તુ હોય તો તે અનુભવો છે. આ અનુભવોને દુનિયા સામે રજુ કરો. માણસે પાસે રહેલી કળાનેબહાર લાવવી જોઈએ. આપણે ઘણી વખત સૂનમૂન બનીને જીવનને સમજ્યા વગર પસાર કરીએ છીએ. માણસે બીજા દિવસ પર ભરોસો રાખ્યા વગર વર્તમાન ખ્યાલમાં રાખીને જીવન જીવવું જોઈએ. બીજા દિવસ પર કામ મુલતવી રાખવાથી જીવન સામે ગમે ત્યારે તકલીફ ઉભી થઇ શકે છે. તમે સાચે જ જીવન વિષે કઈ વિચારી રાખ્યું હોય તો બીજા દિવસ પર કામ મુલતવી રાખવું તેવા ભયંક રોગમાંથી બહાર આવવાથી ફાયદા થાય છે. જો તમે એક દિવસનું કામ બીજા દિવસ પર મુલતવી રાખશો તો તમને એવી રોજ આદત પડતી જશે. તેનાથી જીવનમાં સંઘર્ષ ઉભો થાય છે.

લગભગ ઈશુ ખ્રિસ્તના જન્મથી ત્રણસો વર્ષ પૂર્વે એક રોમન કવિ  થઇ ગયો તેનું નામ હોરસે છે. હોરસેએ એક નાનકડી કવિતા લખી છે તે અંગેજી ભાષામાં છે કવિતાનું નામ છે હેપી મેન એન્ડ હેપી એલોનકવિતાનો અનુવાદ આ પ્રમાણે છે‘‘સુખી છે એ માનવ,અને સુખી એજ છે એકલો, જે આજને બનાવે એની જીવનસંગીની, અને કહી શકે જે જરાય બીક વિના સ્વસ્થ બની અંદર ‘‘કાલ, તારાથી જે થાય તે કરી લે,‘આજ, તો મેં જીવી જાણી છે’’ આપણે ખરાબ ઘટનાને પણ સુખમાં બદલવાની કોશિશ કરવી જોઈએ. રોમન કવિ  હોરસેએ જે કવિતા લખી છે તે અર્થપૂર્ણ છે તેનો સારાંશ આધુનિક યુગના મોટા ભાગનામાણસને લાગુ પડે છે. આદુનીયાના સુખી માણસને લાગુ પડે છે. આદુનીયાનો સુખીમાણસ એ છે કે જે વર્તમાનને પોતાનો સંગાથી ગણે છે. જીવન જીવવાની કળા તમને કોઈ શીખવી શકશે નહીં. નાટ્યકાર જ્યોર્જ બનોર્ડ શો એ કહ્યું છે સુખ શીખવાની પ્રકિયામાંથી જન્મે છે. સુખનું રહસ્ય હંમેશા પડદા પાછળ જ હોય છે.  પોતાની ચેતનાને  યોગ્ય રીતે વાપરતા રહી નિરાશ થાય વગર સતત ક્રિયાશીલ રહેવું એ સફળ માણસનું આભૂષણ છે.

ઈશ્વરનું કાર્ય મુલતવી રહેતું નથી. તે દુનિયાનું મોટું રહસ્ય છે. બીજા દિવસ પર કામ મુલતવી રાખવાથી માણસ આળસુ બને છે. અને એની વિચારશક્તિ હણાય છે તેનાથી જીવનનો સારાંશ બગડીને ઝાખો પડે છે. આપણે જાણતા નથી કે જીવનમાં કેમઆટલી ગરબડ થાય છે. આપણા  મોટો ભાગે અપસેટ હોવાનું કારણ છે કે આપણે કાર્ય કરીએ છીએ તેને ચાહતા નથી માણસ પાસેધગશનો સ્ત્રોત ખૂટે ત્યારે મુલતવીપણું આવે છે. કોઈપણ કામ શ્રેષ્ઠતાની દ્રષ્ટિ કરીએ ત્યારે જીવનના પુસ્તકમાં વિકાસનો આલેખ વધતો જાય છે.‘ઈશાવસ્યમ માં કહેવામાં આવ્યું છે કે કર્મ કરતાં જ સો વરસ જીવવાની ઈચ્છા રાખવી તે જ દેહવાળાને માટે ઉત્તમ માર્ગ છે. એ સિવાય બીજો કોઈ માર્ગનથી. છેલ્લા શ્વાસ સુધી કર્મ કરતો રહે તો માણસ ક્યારેય વૃદ્ધ થતો નથી. આપણી પાસે સમજ છે, શક્તિ છે, તેને કામમાં વાપરવી જોઈએ. આવતીકાલની  ચિંતા કર્યા વગર જીવવું  તે  ખુશીનું ગીત છે.

ઇંગ્લેડમાં વિલિયમ ઓસ્લર નામના લેખક થઇ ગયા. ડૉ. ઓસ્લર ઘણું શરૂઆતમાં સામાન્ય જીવન જીવન જીવ્યો હતા. પછી પાછળથી તે ખૂબ જ સફળ માણસ બન્યા હતા.ડૉ ઓસ્લેરે ઇંગ્લેડની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું હતું ‘‘ તમે તમારી ઈચ્છા પ્રમાણે આજની વર્તમાન ઘડીમાં જીવતા શીખો’’ જીવનમાં સુઝ- બુઝથી પોતાની સંપૂર્ણ રીતે શક્તિ કામ લગાવીને આપણે આપણી આજને ઉજ્જવળ બનાવવાની સખત મથામણ કરવી જોઈએ. નિયમિત કામ કરવાથી ભવિષ્યની ચિંતામાં રહેશે નહીં  માણસ સમયસર કામ કરવાની આદતથી ભવિષ્યના જીવનમાં મુશ્કેલી ઉભી થતી  નથી, નિયમિતતાથી જીવન જીવવાના જુસ્સામાં વધારો  થાય છે. વિલિયમ ઓસ્લર  આપણા નાટ્યકાર અને કવિ કાલીદાસે લખેલી કવિતા  ખૂબ જ ગમતી હતી.જે લોકો ભવિષ્યની ચિંતા કરીને પોતાનો વર્તમાન ગુમાવે છે એ લોકો માટે કવિ કાલિદાસની કવિતા ખૂબ જ આત્મસાત કરવા યોગ્ય છે. જે લોકો આવતીકાલે પર રાહ જોઈને બેસી રહે છે તેવા માણસને આ મહાન કવિની કવિતા  પાસેથી જીવન જીવવાની કળા શીખવી જોઈએ:

આજ ને નિહાળો, એનું સ્વાગત કરો

કારણ કે એ જીવન છે, જિંદગીનો એ જ આત્મા છે

તમારુંઅસ્તિવ, સર્વ વિવિધતાઓ અને

વાસ્તવિકતાઓ

સહ

એમાં જ દિસે છે

વિકાસનું વરદાન 

કર્મનું મહાત્મ્ય અને પ્રાપ્તિનો વૈભવ

કારણે વીતી ગયેલ કાલ, એક સપનું છે

અને આવતીકાલ એક પરિકલ્પના

પરંતુ આજને જે જીવી જાણેએ ગઈકાલને બનાવે

ગઈકાલના સુખભર્યા સ્વપ્નને સૃષ્ટિ

અને હરેક આવતીકાલ આશાભરી દ્રશ્ય- સૃષ્ટિ

એટલા માટે જ આજ, ને નિહાળો અને સ્વાગત કરો !

 એ જ છે ઉષાનું અભિવાદન

લીન યુંતાંગે ઘ ઈમ્પોર્ટન્સ ઓફ લીવીંગ નામના પુસ્તકમાં લખે છે માણસને આત્મશાંતિ ત્યારે જ મળે છે જયારે આપણે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયા હોઈએઅને આપણે ખરાબ પરિણામ સ્વીકારી લઈએ. જીવનું અસ્તિત્વ ઉત્સવથી ટકી રહે છે. આપણે જીવન જીવીએ પણ કેમ જીવીએ છીએ તેનો આપણી પાસે જવાબ નથી.સમયના પડછાયા પર ઉઝરડા પડે છે  ત્યારે જીવનની ભાષા બદલાય છે. જીવનને સતત સારાપણાના પરિવર્તનમાં રાખો. માણસને આજનું કામ આવતીકાલ પર છોડી  દેવાની આદત હોય છે તે આદત માંથી તેણે બહાર આવવું પડશે.

દરેક માણસમાં પોતાનો આગવો સૂર્ય થઇ પોતે જ પ્રકાશિત થવાનું છે. ડૉ. બાબા સાહેબ આંબેડકરે પણ કહ્યું છે ‘‘ તારો દીવો તું જ થા’’

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ