સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલી રિવ્યૂ પિટિશન પર સુનાવણી હાથ ધરતાં એસસી-એસટી પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટની ચોક્કસ જોગવાઇઓને હળવી બનાવતા પોતાના ૨૦મી માર્ચના ચુકાદા પર મનાઇહુકમ આપવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ૧૦ દિવસ બાદ હાથ ધરાનારી સુનાવણીમાં અદાલત તેના અગાઉના ચુકાદાની સમીક્ષા કરશે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં તમામ પક્ષકારોને બે દિવસમાં લેખિત રજૂઆતો આપવાનો આદેશ આપ્યો છે.