પીએમ મોદી દ્વારા યુએનની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ સંબોધન કરવામાં આવ્યું હતું. ભારતીય વડા પ્રધાન દ્વારા વર્તમાન મહામારીના પરિપ્રેક્ષ્ય અને યુએનની સ્થાપના તથા ભારતના યોગદાન વિશે વાત કરવામાં આવી હતી. યુએનમાં ચાલી રહેલા એક કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. યુએનની સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય બન્યા બાદ પીએમ મોદી દ્વારા યુએનને આ પહેલું સંબોધન હતું. પીએમ મોદીએ જણાવ્યું કે, દેશના તમામ લોકોને ખાદ્ય સુરક્ષા મળે તે માટે ખાદ્ય સુરક્ષા યોજના લાવ્યા. તેના દ્વારા દેશના ૮૩૦ મિલિયન લોકોને લાભ થયો. તે ઉપરાંત ભારત જ્યારે ૭૫મો સ્વતંત્રતા દિવસ ઉજવતો હશે ત્યારે ૨૦૨૨માં પીએમ આવાસ યોજના હેઠળ દરેક ભારતીયોના માથે છત હશે.