સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપમાં થઈ રહેલા મેસેજ પર સરકારની નજર છે અને આપત્તિજનક સંદેશા બદલ ધરપકડ થઈ શકે છે તેવા વાયરલ થયેલા મેસેજ ખોટા હોવાનું સામે આવ્યું છે. તમારો મેસેજ આપત્તિજનક લાગશે તો લાલ ટિક આવશે અને પોલીસ ધરપકડ કરશે તેવા દાવા આ વાયરલ મેસેજમાં થયા છે. વ્હોટ્સએપ દ્વારા ખુલાસો થયો છે કે આવા કોઈ ફિચર્સ લોન્ચ નથી થયા.