અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડેનની સાથે ઉપ રાષ્ટ્રપતિ તરીકે ભારતમાં મૂળિયા ધરાવતા કમલા હેરિસ ચૂંટાયા છે.
કમલા હેરિસે પોતાના સમર્થકોનો દિલથી આભાર માન્યો છે.તેમણે વિજય બાદના પોતાના પહેલા સંબોધનમાં પોતાની માતા શ્યામલા ગોપાલનને યાદ ,કરતા કહ્યુ હતુ કે, 19 વર્ષની વયે જ્યારે તે ભારતથી અમેરિકા આવી હતી ત્યારે તેણે આવી કલ્પના પણ નહીં કરી હોય.
હેરિસે કહ્યુ હતુ કે, આપણે આગળ બહુ કામ કરવાનુ છે.હું ભલે આ પદ માટે ચૂંટાયેલી પહેલી મહિલા છું પણ છેલ્લી પણ નથી.હું આજે અહીંયા ઉભી છું તે માટે જો સૌથી વધારે કોઈનો આભાર માનુ તો તે મારી માતા શ્યામલા હેરિસ છે.તે 19 વર્ષની વયે ભારતથી અમેરિકા આવી હતી , તે વખતે તેને કદાચ કલ્પના પણ નહોતી કે મારી પુત્રી ઉપ રાષ્ટ્રપતિ બનશે પણ તે અમેરિકાના મુલ્યોમાં ભારે વિશ્વાસ કરતી હતી અને તેને ખબર હતી કે અમેરિકામાં કોઈને પણ આગળ જવાની તક મળી શકે છે.