Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિનેશ રમણલાલ પાઠકને કોણે હણ્યા? કોનું હતું ધનુષ? કોનું હતું બાણ ? કાટાવાળી તલવારો અને લોંખંડના સળીયા અને તમંચા અને ખંજરો વડે કોણે જખ્મો કર્યા? 29 ઘા કર્યા પછી પણ કદાચ દિનેશ પાઠકના  ખોળિયામાં જીવ રહી ગયો હશે. એવી કલ્પનાથી મારાઓએ પોતાની દાઝ ઓલવવા કાજે કચકચાવીને ત્રીસમો ઘા કર્યાં. હત્યા કરનારાઓ મેરોડર્સ હતા કે મર્સિનરીઝ (ભાડૂતી માણસો) હતા તે આપણે નથી જણતા. આપણે આટલું જાણાએ છીએ કે પાઠકના શરીરને ચાળણી જેવું કરી મૂકનાર એ ખૂનીઓનાં ચિત્તમાં ભયંકર કિન્નાખોરી, વેરવૃત્તિ અને ખુન્નસ ધરબાયેલાં પડ્યાં હતાં દિનેશ પાઠકને સ્થાને બીજો કોઈ મામૂલી માણસ હોત તો આપણે એમ કીધું હોત કે આવાં ધીગાણાં ધર્મઅર્થકામમોક્ષ એ ચાર પુરુષાર્થોમાંના વચલા બે પુરુષાર્થો થકી જ સંભવે. પાઠક કોઈ ફુલફ્લેજ્ડ તંત્રી કે વડા તંત્રી ન હતા. પાઠક જે અખબારમાં કામ કરે છે તે ‘સંદેશ’ને તેના પ્રખર હરીફ ‘ગુજરાત સમાચાર’ ની  જેમ અદાવાદી પરંપરા પ્રોપ્રાયેટર તંત્રીઓ છે. ચીમનભાઈ પટેલ અને ફાલ્ગુન પટેલ નીતિઓનું જે માળખું આપે તેના પેરામીટરની અંદર રહીને તેમની રાજકોટ, સુરત કે વડોદરા આવૃત્તિના રેસિડન્ટ એડિટરોએ વર્તવાનું હોય છે. હકીકતે તો ગુજરાતમાં  રેસિડન્ટ એડિટર જેવું ડેઝિગ્નેશન હોય છે એની આપણને હજી હમણાં ખબર પડી. ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ પાંગર્યું નથી?  કે પછી અપનાવાલા જાતભાઈ વિશે કશું જ ગંદુ લૂગડું જોહેરમાં  નહીં ધોવાનું બરોડિયા જર્નાલિસ્ટોની બિરાદરીને નાત પણ લીધું છે?  વાત સિરિયસ છે.  મૂળ સયાજીરાવ ગાયકવાડના એવા વડોદરામાં મરાઠીઓની વસતિ ખાસ્સી છે. સ્થાનિક શિવસેનાએ જ દિનેશ પાઠકનો ઘડોલાડવો  કરી નાખ્યો છે એવી ઈશારત એક ઉતાવળા અખબારી અહેવાલમાં પ્રસિદ્ધ થઈ છે. નવરાત્રિમાં કશુંક થયું હતું અને એ પછી દિનેશ પાઠકને ધમકીઓ મળી હતી. પાઠકને પોલીસસરક્ષણ મળ્યું હતું અને મહિનાઓ પછી પાઠકે એ રક્ષણ દૂર કરાવ્યું હતું. નવરાત્રિમાં શું બન્યું હતું? કોઈકે કોઈકની છેડતી કરી હતી? પાઠકે એ વિશે છાપ્યું હતું?  ધમકીઓ તો અનેક તંત્રીઓને મળે છે. અખબારી કચેરીની સામે એમના અખબારના કમ્પાઉન્ડમાં જ પાઠકને ઠંડે કલેજે પહેંસી નાખવામાં આવ્યા. બૂતપૂર્વ સંસદસભ્ય અને ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રઉફ વલીઉલ્લાને આઠ મહિના પહેલાં હણી નાખવામાં આવ્યા હતા તાજેતરના સમયમાં ગુજરાતમાં અડધો ડઝન જેટલી રાજકીય હત્યાઓ થઈ છે. દોઢેક વર્ષ પહેલાં ગુજરાત કોંગ્રેસના ખજાનચી અશોક ભોગીલાલ પટેલને ધોળે દહાડે વડોદરાના રેલ્વેસ્ટેશન ખાતે આઠ મારાઓ  દ્રારા વીંધી નાખવામાં આવ્યા હતા. અશોક ભોગી (ધટ્સ હાઉ હી વોઝ નોન) તો માધવસિંહ સોલંકીના માણસ ગણાતા હતા. એવી ઈશારત થઈ છે કે રેસિડન્ટ એડિટર દિનેશ રમણલાલ પાઠકને કોંગ્રેસનાં બે ઝઘડાતાં જૂથોમાંથી એકની સાથે ઘરોબો હતો. પરંતુ એક મામુલી પત્રકારને એટલા ખાતર હણવામાં આવે તે માનવામાં આવતું નથી.

        દિનેશ પાઠક ગળાકાપ હરીફાઈ કરી રહેલા સુરત અને વડોદરાનાં મુખ્ય અખબારોની શૈલીએ સ્થાનિક પ્રશ્નો વિશે કદાચ થોડુંક બેફામ લખતા હશે. દિનેશ પાઠક હિંદુતરફી લખાણો લખતા હતા. હિંદુતરફી લખાણો લખવાની ફેશન સુરતમાં સવિશેષ છે. છઠ્ઠી ડિસેમ્બરે બાબરીનો ઢાંચો તુટ્યો એ પછી આ રોગે હવે મહામારીનું કે એપિડેમિકનું સ્વરૂપ ધારણ કર્યું છે. હિંદુત્વતરફી લખાણો જ્યારે એક રેખા ઓળંગીને મુસ્લિમવિરોધી વર્તુંળમાં પ્રવેશ છે ત્યારે ચિંતાજનક સ્થિતિ પેદા થાય છે. કોંગ્રેસ ગુજરાતની વિધાનસભાની છ પેટાચૂંટણીઓમાં હમણાં કંગાળ દેખાવ કર્યો છે. ગુજરાતમાં કાયદાની અને વ્યાવસ્થાની સ્થિતિ અતિશય નાજુક છે. એમાં વળી જ્યેષ્ઠ પત્રકારની આ હત્યા આવી પડી છે. ગુજરાતના પત્રકારોની મથરાવટી બેક મેલી છે. કમ પગારો છતાં અનેક  પત્રકારોની ઘરની મોટરકારો, બંગ્લાઓ, દૂકાનો, ફેક્ટરીઓ અને મોટી અક્સ્યામતો ધરાવે છે. એકદમ પ્રોફેશનલ કહેવાય એવા પત્રકારો તો આંગળીને વેઢે ગણી શકાય એટલા અલ્પ છે. આ પત્રકારો રાજ્યશ્રય માણતા હોય છે એટલે તેઓ કાયમ મફ્લ્ડ ( દબાયેલા) સ્વરે જ બોલતા હોય છે. અખબારોએ વડોદરા ખાતેના શિવસેનાના નેતા રાજૂ રસીલદારનું નામ લીધું છે. ઝનુની તંત્રોના વડાઓ કદી સીધી રીતે આવાં કાર્યોમાં સંડોવાતા નથી. દિનેશ પાઠકના અવસાન નિમિત્તે મુંબઈના અને ગુજરાતના પત્રકારો ઉશ્કેરાઈ ગયા છે. તેઓ એક કડક ઠરાવ ચીમનભાઈ પટેલને  મોકલશે. ચીમનભાઈ તેમને એક મુલાયમ ઉત્તર મોકલશે અને કહેશે કે પાઠકના ખૂનીઓને ગોતી કાઢવા માટે ગુજરાતી કોંગ્રેસી સરકાર એક પણ પથરો ઉથલાવ્યા વિનાનો નહીં રાખે. શું તંત્રીની રાગણી જુદી હોય છે. કમિટેડ ન હોય એવી તંત્રી શોધવા માટે પેલા ગ્રીફ ફિલસૂફની જેમ ભરબોપરે મીણબત્તી લઈને ખોજ કરવી પડશે. શું તંત્રીઓને સરકારે રક્ષણ આપવું જોઈએ?  શી રીતે ? અને શા માટે, ભલા? સરકાર શું  કેશકર્તનાલયના મેનેજરને કે દાક્તરને કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને રક્ષણ આપે છે ? દરેક ક્ષેત્રને પોતાનું આગવું પ્રોફેશનલ હેઝર્ડ હોય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ