સંસદનું બજેટ સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. બજેટ સત્રના બીજા તબક્કામાં વિભિન્ન મુદ્દે હોબાળો થવાને કારણે સતત ૨૨ દિવસ સુધી બંને ગૃહોની કાર્યવાહી ઠપ રહી હતી. બજેટ સત્રમાં બજેટ પસાર કરવા સિવાય અન્ય કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય થઇ શક્યું નથી. આ વર્ષનું બજેટ સત્ર વર્ષ ૨૦૦૦ પછીનું સૌથી ખરાબ સત્ર રહ્યું છે. હોબાળાને કારણે સંસદના ૨૫૦ કલાક વેડફાઇ ગયા છે. જેના કારણે પ્રજાના ૨૦૦ કરોડ રૃપિયાનો ધુમાડો થઇ ગયો છે.