આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને ઉજવાશે. ભારતની સાથે વિદેશમાં પણ અનેક સ્થળોએ આ પ્રસંગે યોગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. દિલ્હીથી લઇને લંડન અને ઓસ્ટ્રેલિયા સુધી લાખો લોકો યોગાસન કરશે. ફક્ત ભારતમાં એક લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન થયુ છે. મોદી સરકારના પ્રધાનો દેશભરમાં અલગ-અલગ સ્થળોએ જઇને યોગના કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદી ચંડીગઢમાં યોગના કાર્યક્રમમાં ભાગ લેશે.