વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વર્લ્ડ યુથ સ્કિલ ડે પર યુવાનોને સંબોધિત કર્યાં. વડાપ્રધાને કહ્યું કે, આજનો દિવસ 21મી સદીના યુવાનોને સમર્પિત છે. આજે સ્કિલ યુવાનોની સૌથી મોટી શક્તિ છે. બદલતી પદ્ધતિએ સ્કિલને બદલી છે. આજે અમારા યુવાનો ઘણી નવી વાતોને અપનાવી રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે દુનિયામાં હેલ્થ સેક્ટરમાં ઘણા પ્રકારના માર્ગો ખુલ્યા છે.
વડાપ્રધાને કહ્યું કે, દેશમાં હવે શ્રમિકોના મૈપિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેનાથી લોકોને સરળતા રહેશે. નાની નાની સ્કિલ જ આત્મનિર્ભર ભારતની શક્તિ બનશે.
તેમણે કહ્યું કે, કોરોના સંકટમાં લોકો પુછે છે કે, હાલના સમયમાં આગળ કેવી રીતે વધી શકાય. તેનો એક જ મંત્ર છે કે તમે સ્કિલને મજબૂત બનાવો, હવે તમારે હંમેશા નવી કોઈ સ્કિલ શિખવી પડશે. દરેક સફળ વ્યક્તિને પોતાની સ્કિલ સુધારવાની તક મળવી જોઈએ, જો કંઈક નવું શિખવાની ઈચ્છા નથી તો જીવન અટકી જાય છે.
તેમણે કહ્યું કે, દરેકે સતત પોતાની સ્કિલમાં ફેરફાર કરતા રહેવો પડશે. આ સમયની માંગ છે. કૌશલ્ય શિખતા રહેશો તો જીવનમાં ઉત્સાહ બનેલો રહેશે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉંમરમાં સ્કિલ શિખી શકે છે.
વડાપ્રધાન મોદીની મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક સ્કિલ ઈન્ડિયાને આજે પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આ તકે સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલય તરફથી ડિઝિટલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાથી દેશના યુવાનોમાં કૌશલ્ય વધારવા અને સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે.