દેશમાં કોરોના મહામારી દિવસે ને દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી લઈ આજે છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાની સારવારને લઈ IIT દિલ્હીએ નવી કોવિડ-19 ટેસ્ટ કિટ કોરોશ્યોર લોન્ચ કરી છે.
વિશ્વની સૌથી સસ્તી કોરોના ડાયગ્નોસ્ટિક કિટ હોવાનો આઈઆઈટી દિલ્હીએ દાવો કર્યો છે. સંસ્થાના અધિકારીના જણાવ્યા મુજબ, RT-PCR ટેસ્ટ કિટની બેસ પ્રાઇસ 399 રૂપિયા છે. આઇસોલેશન અને લેબોરેટરી ચાર્જ ઉમેરતા તેની કિંમત 650 રૂપિયા જેટલી થશે. જે માર્કેટમાં હાજર કિટની તુલનામાં ઘણી ઓછી છે. આ કિટ 3 કલાકની અંદર રિઝલ્ટ આપવા સક્ષમ છે.
HRD મંત્રી રમેશ પોખરિયાલે કોરોશ્યોર ટેસ્ટ કિટ લોન્ચ કર્યા બાદ કહ્યું, આ કિટને પૂરી રીતે ભારતમાં બનાવવામાં આવી છે અને અન્ય કિટની તુલનામાં સસ્તી છે. દેશને સસ્તી અને વિશ્વસનીય ટેસ્ટિંગની જરૂર છે. તેનાથી મહામારીને નિયંત્રિત કરવામાં મદદ મળશે.