જમ્મુ-કાશ્મીરમાં ‘ચિલ્લઈ કલાન’નો કેર વર્તાવાની શરૂઆત થઈ ગઈ હતી. સોમવારથી જ તાપમાન નીચે ઊતરી ગયું હતું જે મંગળવારે માઈનસ સાત ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. બીજી તરફ તેની અસર ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી હતી. તેના કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ, રાજસ્થાન અને બિહારમાં શીતલહેર વ્યાપી ગઈ હતી.દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગાઢા ધુમ્મસને કારણે બે કલાક સુધી વિમાનોના પ્રસ્થાનને અટકાવી દેવું પડયું હતું. બીજી બાજુ સમગ્ર કાશ્મીરમાં શ્રીનગર સિવાય શીત લહેર ફરી વળી છે.