Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીમાં કોરોનાના કેસમાં દરરોજ ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે દિલ્હી સરકાર કેટલાક પ્રતિબંધો હટાવીને અનલોક કરવા તત્પર છે મુદ્દે દિલ્હી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને કેજરીવાલ સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે દિલ્હી સરકારને નાગરિકોનાં જીવન સાથે ચેડાં કરવાની છૂટ આપી શકાય નહીં. નાગરિકોનાં આરોગ્ય માટે સરકાર જવાબદાર છે.
દેશમાં ૨૪ કલાકમાં ૪૭,૯૦૫ નવા કોવિડ-૧૯ કેસીસ, ૫૫૦નાં મોત, ૫૨,૭૧૮ દર્દીઓ સાજા થયાં 
દેશમાં ગુરુવારે સવારે પૂરા થયેલા પાછલા ૨૪ કલાકમાં ૪૭,૯૦૫ નવા કોવિડ-૧૯ કેસીસ નોંધાયા હતા, કુલ ૫૫૦નાં મોત થયાં હતાં અને ૫૨,૭૧૮ દર્દીઓ સાજા થયાં હોવાના સત્તાવાર અહેવાલો છે. સમીક્ષા હેઠળના ૨૪ કલાક દરમિયાન દેશમાં કુલ ૧,૧૯૩,૩૫૮ કોવિડ-૧૯ ટેસ્ટ કરાયા હતા અને ૪% પોઝિટિવ રેટ જોવાયો હતો આ સાથે દેશમાં કોવિડ-૧૯ના કુલ કેસીસ વધીને ૮,૬૮૪,૦૩૯ થયા અને સાજા દર્દીઓની સંખ્યા ૮૦,૬૬,૫૦૧ થઈ ગઈ છે. કોવિડ-૧૯ના કારણે અત્યાર સુધીમાં કુલ ૧,૨૮,૧૨૧ લોકોનાં મોત નોંધાયાં છે. બીજી તરફ દિલ્હી હાઈકોર્ટનાં જસ્ટિસ હીમા કોહલી અને સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે દિલ્હીની હોસ્પિટલોમાં ૮૦ ટકા બેડ અનામત રાખવા માટે સિંગલ જજ દ્વારા આપવામાં આવેલો સ્ટે હટાવ્યો હતો. દિલ્હીમાં કોરોના વકરવા માટે સરકારને જવાબદાર ઠેરવી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ