Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ધીમંત પુરોહિત

સુશાસનના સતત 22 વર્ષ પછી પણ વિજયી બનેલ સરકાર.....આનો અર્થ શું..? ગુજરાતના મંત્રીમંડળમાં 20માંથી 9 ધોરણ 5થી 12 પાસ હોય એમની પાસેથી તો કોઇ ખાસ ભાષા કૌશલ્યની તો અપેક્ષા ના રાખીએ. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે તો ભાષાની ચોકસાઇની અપેક્ષા હોય જ. કારણ કે વાતની શરૂઆતમાં લખેલું વાક્ય ગુજરાતના મંત્રીમંડળની શપથવિધિના દિવસે વડાપ્રધાનને આવકારવા ગાંધીનગરના ચૌરેને ચૌટે લગાડેલા મસ મોટા બેનરોમાંથી આપણે માથે મરાય છે.

સાદી ગુજરાતી જાણનાર પણ સમજી શકે કે પછી પણ નકારાત્મક અર્થમાં વપરાય છે. ઉદાહરણ તરીકે વેપારીએ નકલી માલ વેચ્યો પછી પણ એની ઘરાકી ચાલુ રહી. તેણે પ્રેમમાં દગો કર્યો પછી પણ તેણીએ સંબંધ ચાલુ રાખ્યો.

જો કે આમ તો આ ભેંસ આગળ ભાગવત છે અથવા રામાયણ છે. કારણ કે ભાષાને શું વળગે ભૂર,રણમાં જે જીતે તે શૂર-એ ગુજરાતમાં મૂળ મંત્ર છે. શપથવિધિ સમારંભમાં આવેલા અતિવિશિષ્ટથી માંડીને અતિ સામાન્ય સુધીના કોઇએ વડાપ્રધાન મોદીને આવકારતાં આ બેનરની ભાષાચૂકની કોઇ નોંધ લીધી નથી. અને સરકારને ખોટી ગુજરાતી ભાષાની કોઇ શરમ પણ નથી.

આમ છતાં આ અરણ્ય રૂદન એટલા માટે કે, આ બેનરમાં વડાપ્રધાન મોદીનું નામ સંકળાયેલું છે. મોદી સપનાના જ નહીં, શબ્દોના પણ સોદાગર છે. મોત કા સૌદાગર જેવા એક શબ્દ પર એ હારની બાજી જીતમાં ફેરવી શકે છે. કોઇના નીચ શબ્દનો ઉપયોગ કરીને એ જબરજસ્ત ઉંચાઇ મેળવી શકે છે. એક એક શબ્દ પર એ લાખો માથાં ડોલાવી શકે છે, અને ગુજરાતમાં છઠ્ઠીવાર પોતાની સરકાર પણ બનાવી શકે છે. પણ અહીંયા વપરાય,ત્યાં નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ