Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
 • યાદ છે ને 2013નું દિલ્હીનું રામલીલા મેદાન...? મંચ પર અન્ના નહીં ગાંધી હૈ.....એવા સમાજ સેવક અન્ના હજારે અનશન પર હતા. કિરણ બેદી હાથમાં તિરંગો લઇને હવામાં લહેરાવતા હતા....અરવિંદ કેજરીવાલ માઇક લઇને ભાષણ કરતા હતા...અને મંચની સામે ભીડ જુઓ તો......ઓહોહો...જાણે આખુ ભારત મેદાનમાં આવી ગયું...! માંગણી હતી લોકપાલની. વર્ષ હતું 2011 લગભગ. સરકાર હતી કોંગ્રેસની. અને 2013માં માંગણી પ્રમાણે લોકપાલની નિમણૂંક માટે કાયદો બનાવ્યો. પસાર થયો. અને 2014માં સરકાર બદલાતા બદલાતા એટલું બધુ બદલાઇ ગયું કે પાચ વર્ષ પૂરા થવા આવ્યાં અને લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે આ વખતે રામલીલા મેદાન નહીં પણ નાનકડા રાળેગાંવ સિધ્ધિમાં 81 વર્ષિય અન્ના ફરીથી અનશન પર. માંગણી...? વહી પુરાના તેરા બહાના દેર સે આના ઔર યે કહના વાદા તો નિભાયા....!

  81 વર્ષના અન્નાજીને એટલું જ કહેવાનું કે મેં ચલા થા જાનિબે મંઝિલ કો લોગ જાતે રહે કારવાં

  બિખરતા ગયા.....! 2011માં તમારો ભરપૂર ઉપયોગ થઇ ગયો. તમારી વાત એ વખતની સરકારે સાંભળી અને કાયદો બનાવ્યો. પણ તે પછીની સરકારે શું કર્યું એ તો જગ ઘૂમિયા મોદી જેસા ના કોઇ...ની જેમ લોકપાલ માટે પાંચ વર્ષ પૂરા થઇ ગયા. ગુજરાતમાં લોકાયુક્ત માટે સાત વર્ષ કાઢી નાંખ્યા હતા. અને છેવટે નિવૃત જસ્ટીસ આર.એ. મહેતા તો નહીં જ...... બીજા કોઇને લોકાયુક્ત બનાવ્યા. એટલે હજુ તો પાંચ વર્ષ થયા છે. પરી સત્તામાં આવશે તો વધુ સમય જશે. ફરી સત્તામાં નહીં આવે તો બીજા કોઇ અન્ના તૈયાર થશે 2011ની જેમ લોકપાલ માટે.

  કેટલાક સત્તાધીશોને પોતાની ઉપર કોઇ નજર રાખે તે ગમતુ નથી. બધા મારી નીચે. હું જ સૌથી ઉપર એવી કોઇ માનસિક્તા હોય છે. તેથી લોકપાલની નિમણૂંકમાં મામલો ચાલ્યો.....ચાલ્યો....અને ચાલ્યો. ગયા વર્ષે પણ અન્ના હજારેએ અનશનનો પ્રયાસ કર્યો પણ 3 દિવસમાં આટોપી લેવું પડ્યું. કેમ કે હાથમાં તિરંગો લહેરાવનાર કિરણ બેદી મોદીકૃપાથી પોંડીચેરીના ઉપરાજ્યપાલ બની ગયા. કેજરીવાલ દિલ્હીના સીએમ બની ગયા. કેજરીના બીજા બધા સાથીઓ આમતેમ થાળે પડી ગયા અને અન્ના સીધા રાળેગાંવ સિધ્ધિ.....! અને ફરીથી એ જ મુદ્દો લઇને અનશન પર બેઠા છે ત્યારે દેશને તમારા જેવા સમાજ સેવકની જરૂર છે, માટે આ અનશન-વનશન છોડો. તમારો મસ્ત મજાનો ઉપયોગ કરીને અન્ના નહીં ગાંધી હૈ.....કહી કહીને તમારા ખભે બેસીને બેદી-કેજરી અને કેસરી ક્યાંથી ક્યાં પહોંચી ગયા. લોકપાલ માટે સુપ્રિમ કોર્ટ કેન્દ્ર સરકારનો જવાબ માંગે છે. થશે. અને લોકપાલ નહીં હોય તો પણ રાફેલ સોદા તો થવાના જ છે. કેગનો રિપોર્ટ આવવાનો જ છે પછી ભલે તેમાં રાફેલનો ઉલ્લેખ ના હોય..ગુજરાતમાં લોકાયુક્ત નિમાયા તો શું થયું...? સરકારના કાન પકડ્યા...? કોંગ્રેસને ખબર હતી એટલે વિવાદ બાદ જે લોકાયુક્ત નિમાયા તેમની સમક્ષ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદ જ ના કરી. શાહ પંચે ક્લીનચીટ આપી. મામલો પૂરો. હવે કેન્દ્રમાં લોકપાલ આવશે તો સરકારમાં ભ્રષ્ટાચાર ખતમ....એમ માનવાની જરૂર નથી. લોકપાલ નથી તો એટલો ખર્ચો તો બચે છે ને..કેમ કે લોકપાલ નિમાશે એટલે તેમના અને તેમની ઓફિસ-સ્ટાફના પગાર અને ભથ્થાં શરૂ. માટે અન્નાજી, વજન ઘટાડવાને બદલે જરા યાદ કરો એ 2011ના દિવસો અને અનશન સમેટી લો...ભૂતકાળ વાગોળશો તો સમજાશે કે મારા બેટા......છેતરી ગયા....! અરે, કહાં રે કેજરીવાલ...... અરે કહાં હો બહન કિરણજી....અન્ના ફિર અનશન પર...! મગર તુમ ન જાને કિસ ગદ્દી પર જા બૈઠે....!

  બોલો, અન્નાજી ક્યારે પારણાં કરો છો...?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ