Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નેપાલ. એક સમયનું દુનિયાનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર આજે હિન્દુ બહુમતિ ધરાવનાર ભારતની સામે પડ્યું છે. ભાજરના ભૌગોલિક વિસ્તારની સરખામણીએ નેપાલની કોઇ વિસાત નથી. ભારતનો કુલ ક્ષેત્રફળ અંદોજે 32 લાખ ચો.મી. તો નેપાલનો કુલ વિસ્તાર માત્ર 1.47 લાખ ચો.મી. છે નેપાલની વસ્તી અંદાજે  માંડ 3 કરોડની છે. ગુજરાત કરતાં અડધી વસ્તી. પરંતુ નેપાલે ચીનનો હાથો બનીને ભારતની સામે ઘૂરકિયા કર્યા એટલુ જ નહીં પણ ભારતના 3 વિસ્તારોને પોતાના નકશામાં ગણાવીને નવા નકશાને નેપાલની સંસદે મંજૂરી પણ આપી દીધી. નેપાલ દ્વારા પાકિસ્તાનની જેમ ભારતની સરહદે ગોળીબારો કરાયા જેમાં એક ભારતીયનું મોત થયું છે. ભારતે શું કર્યું...?

શાંતિનો આલાપ.મંત્રણા કરીશું. વાત સાચી કે મંત્રણા એ જ બેસ્ટ ઉપાય. પણ નેપાલે જે કર્યું એ કારગીલમાં પાકિસ્તાનની ઘૂસણખોરી સમાન છે. ભારતના 3 વિસ્તારો કે જે નેપાલને અડીને આવેલા છે તેને પોતાના ગણાવીને તેનો નકશો પણ સંસદમાં પસીર કરાવીને  ભારત સાથે એક કાયમી વિવાદનું બીજારોપણ કરી નાંખ્યું.

ભારતની વિદેશ નીતિ ચીનની જેમ વિસ્તારવાદી નથી. પણ જ્યારે દુશ્મન દેશ ચીન જે કરી રહ્યું છે તેને રોકવા માટે ભારતે નેપાલને યેનકેન પ્રકારે પોતાની સાથે રહેવા મજબૂર કરવુ પડશે. ચીન નેપાલને લગભગ હડપ કરીને ભારતની તદ્દન નજીક આવીને બેસી ગયું છે. કેમ કે નેપાલે ભારતનો જરા પણ ડર રાખ્યા વગર 3ભારતના 3 વિસ્તારો પોતા ગણાવ્યા, સંસદની ફટાફટ મંજૂરી, પાકિસ્તાનની જેમ ભારત સામે ગોળીબારો કરવા, ભારતની સરહદે સૈન્ય દળો મૂકવા એ બધુ જ ચીનના ઇશારે  થયું છે એટલી સમજ તો આપણાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને ભારતના જેમ્સ બોન્ડ ગણાતા અજીત ડોભાલને હશે જ. કેમ ભારત, નેપાલના મામલે આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં ફેલ ગયું...? ભારત ઇચ્છે તો ઘડીના છઠ્ઠા ભાગમાં જેને મસળી નાંખવાની તાકાત ધરાવે છે એ ભારતની સામે ટચુકડા નેપાલે લાલ ચીનના ખભે બેસીને ભારતને લાલ આંખ બતાવવાની હિંમત કરી અને ભારત સરકારે હજુ નેપાલને ડરાવવા કોઇ સાન્ય કદમ લીધુ નથી.

ક્યાંક જગતગૂરૂ બનવાની લાયમાં નેપાલ જેવા પડોશીઓની સામે લાલ આંખ બતાવવાનું ભારત બંધ કરી દેશે તો આજે નેપાલ અને કાલે શ્રીલંકા ઘૂરકિયા કરશે. ચીન અને પાકિસ્તાન તો ભારતની સામે જ છે જ. તેમાં હવે નેપાલનો ઉમેરો થઇ ગયો છે. શુ આપણાં ભારતમાં એટલી પણ રાજકિય અને સૈન્ય શક્તિ નથી કે નેપાલ જેવાને ઉઠ તો ઉઠ અને બેસ તો બેસી જાય એવા ફરમાનનું પાલન કરે...? અને જો એવું નહીં થાય તો જેમ પાકિસ્તાન ભારતને હેરાન કરે છે તેમ હવે નેપાલ ભારતને હેરાન કરશે, નેપાલમાંથી આતંકીઓ આવશે અને સીમાડાના વિસ્તારોમાં કાશમિર ખીણ પ્રદેશની જેમ ઉધામા મચાવ્યા કરશે.

નેપાલમાં 1990ના દાયકામાં   હિન્દુ રાજા અને પરિવારની ની હત્યા થઇ ત્યારથી ભારતે નેપાલને કાબુમાં લેવાની જરૂર હતી. પડોશી સારો ન હોય તો શાંતિપ્રિય લોકોને  જીવવું મુશ્કેલ બની જાય એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. વિસ્તારવાદી નીતિમાં માનનાર અને અમેરિકાથી પણ ન ડરનાર ચીને તિબેટની જેમ હવે નેપાલને પણ ભરડામાં લઇ લીધુ છે અને બની શકે કે ટૂંક સમયમાં નેપાલમાંથી હિન્દઓનું પલાયન પણ શરૂ થઇ જશે અને એ હિન્દુઓ ભારતમા જ આવશે. નેપાલનો રંગ હવે  ગેરૂઆમાંથી લાલ બની રહ્યો છે. ચીન હજારો કિ.મી. દૂર બેઠા બેઠા નેપાલ દ્વારા ભારતમાં ઉંબાડિયા કર્યા કરશે તે નક્કી છે. નેપાલમાં શાળાઓમાં ચીની ભાષામાં શિક્ષણ આપવાનું શરૂ થઇ ગયું છે એ તો ભારત સરકારને જાણ હશે જ. અને આ જ છે ચીનના ગોરખધંધા. નેપાલની ભાવિ પેઢી ચીની શિક્ષણ અને ચીનના લાલ સાયામાં ઉછરશે ત્યારે તે ભારત તરફ નહીં પણ ચીન તરફ જ નજર કરશે. નેપાલને સાચવવામાં ભારતની બહુ મોટી ચૂક થઇ ગઇ છે.

 ચીને નેપાલના રાજકિય પક્ષો પર સજ્જડ  કાબુ મેળવ્યો છે. એટલે ભારત ત્યાના કોઇ  ભારત તરફી રાજકિય પક્ષને સત્તામાં આવવા સાથ- સહકાર આપશે તો ભારત કેટલું સફળ થશે તે એક સવાલ છે. કેમ કે હાથીની સામે વિકરાળ અને આગ ઓકતું ડ્રેગન છે....!!! ભારતમાં કેટલા ટીવી મિડિયાએ ભારતના 3 વિસ્તારોને સમાવનાર નેપાલના નવા વિવાદી નકશા અંગે ડિબેટ ચલાવી ભલા...? કદાજ હિંમત નહીં ચાલી હોય....!!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ