Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
 • કેટલું અજીબ કહેવાય નહી, આપણાં વડાપ્રધાન વિદેશ જાય ત્યારે બીજા દેશના તેમના સમકક્ષને કે રાષ્ટ્રપતિને ભારત વતી ભગવાન ગૌતમ બુધ્ધની પ્રતિમા ભેટ સોગાદ તરીકે આપીને ધન્યતા અનુભવે છે. અને ઘર આંગણે...? એ..ય બાપૂ..દે ધમાધમ...! ક્યાં બુધ્ધ ભગવાનની શાંતિ-અહિંસા અને કરૂણાનો ઉપદેશ અને ક્યાં પોતાના વિરોધીઓને સીધા કરવાનો આદેશ...! બન્ને સરખા છે. એક, રાજ્યમાંથી સીધા દિલ્હી પહોંચેલા અને બીજા એક, હજુ રાજ્યમાં વિરોધીઓને ચુન ચુન કે મારુંગા....માં માનનાર એવા દિલ્હી પહોંચવાની ઉતાવળ કરનાર ભૈયા અને દીદી બન્ને સરખા. બન્ને માથાના મળેલા છે ભારતને. ભૈયા ગાદી પરથી ઉતરવા તૈયાર નથી અને દીદી પરાણે હાથ પકડીને ઉતારવા મથી રહ્યાં છે. બન્નેની માનસિક્તા એકસમાન- નો સહનશીલતા. પોતાનો વિરોધ કરનારાઓને તો યેનકેન પ્રકારે ચુંગાલમાં સપડાવીને સીધા કરવાની મનોવૃતિ વાળા. હમણાં દીદીના કેટલાક ફોટા ભાજપની પ્રિયંકા શર્મા નામની મહિલાએ પોતાના નામધારી અભિનેત્રીના વિચિત્ર પહેરવેશ વાળા બનાવીને મૂક્યા તો દીદી કો ગુસ્સા આયા અને પેલી મહિલા સામે કર્યો કેસ. મારા ફોટા સાથે આવી મસ્તી કરી જ કેમ.... ખબર નથી... હું કોણ...?! બેંગોલી ટાઇગ્રેસ....!

  ભૈયા પણ એવા જ. વિરોધીઓ સીધા દેશદ્રોહના ગુનામાં અંદર. કુંડી ના ખડકાઓ રાજા...સીધા અંદર જાઓ રાજા....! લો બોલો..આવું તે કાંઇ હોય...? અને હાં એક વાત યાદ આવી કે ઘણાં એવા પ્રશ્નો કરે છે કે ભારતમાં ભગવાન બુધ્ધને પૂજનારા સાવ ઓછા એને બીજા દેવી-દેવતા અસંખ્ય તો વિદેશી મોંઘેરા મહેમાનને એ દેવી-દેવતાઓની પ્રતિમાઓ કેમ સૌજન્ય મુલાકાત વખતે અપાતી નથી..? હવે તો ઇસ્કોનવાળાઓએ આપણાં કનૈયાને ( જો જો પેલો બેગુસરાઇ વાળો કન્હૈયાકુમાર નહીં હોં...) ને વિદેશમાં ખૂબ લોકપ્રિય બનાવ્યાં તો એમની પ્રતિમા કેમ ના અપાય..? હશે. રાજાને ગમ્યું તે ખરૂ. પણ વિદેશમાં વાત કરવી લાફિંગ બુધ્ધાની અને ભારતમાં વિરોધીઓ પર લાફાવાળી અને લાઠીવાળી કરવાની..? ભૈયાનું જોઇને દીદી પણ શૂરાતન ચઢ્યું અને પોતાના ફોટા પર મૂછો બનાવનાર પેલી પ્રિયંકાને જેલમાં પૂરી. વાત કોર્ટમાં પહોંચી છે. કોર્ટ જે નક્કી કરે તે ખરૂ પણ ભાઇ-બહેનમાં પોતાની વિરૂધ્ધમાં સાંભળવાની અને જોવાની જરાયે તૈયારીઓ કેમ નથી...? બુધ્ધનો ઉપયોગ માત્ર વિદેશીઓને સારૂ લગાવવા માટે જ...?

  વિદેશમાં જેમને ભગવાન બુધ્ધની પ્રતિમા આપી હશે એ પણ રાજકારણી છે અને હશે જ તો એ લોકો જોતા નહીં હોય, અખબાર વાંચતા નહીં હોય કે આજના નેટ યુગમાં પોસ્ટ વાંચતા નહીં હોય કે જેમણે બુધ્ધના સિંધ્ધાતો પર હોંશે હોંશે લેકચર આપ્યું હોય, ભારતની પાંચ હજાર વર્ષ જુની સંસ્કૃતિને પાંચ મિનિટમાં વર્ણવીને મેરા ભારત-મહાન ભારત અને ભારતને હવે દુનિયા માન સન્માનની રીતે જોઇ રહી છે....એમ કહેનાર પોતાના દેશમાં બુધ્ધના સિધ્ધાંતોનું કેટલું અને કેવુ પાલન કરે છે એ બધુ નહીં જોતા હોય...? બુધ્ધના નામનો આવો ગેર-ઉપયોગ કરવો...? બુધ્ધ તેમના જેવા હતા...? ભલભલાનું જીવન પલટી નાંખનાર ગૌતમ બુધ્ધની પ્રતિમાને હાથમાં લેતી વખતે તેમના મનમાં એમના જેવો ભાવ કેમ નહીં આવતો હોય...? વાતો બુધ્ધની અને વિરોધીઓ સામે કામ યુધ્ધનું...? ઐસા ક્યોંજી....ચલો કરે પોરિબોર્તન...!

  પ્રિય, ભૈયા-દીદી, ચૂંટણીઓ તો કાલ પતી જશે. બધુ શાંત થઇ જશે. પણ તે દરમ્યાન લગભગ અડધુ વિશ્વ જેમને પૂજે છે એવા બુધ્ધના સિંધ્ધાંતોને વાળી-ચોળીને મૂકીને એકબીજા સામે બીલો ધી બેલ્ટ..... વાર પર વાર...વાર પર વાર....કરીને, દેખો ઓ દિવાનો ...તુમ યે કામ ના કરો.....બુધ્ધ કા નામ બદનામ ના કરો.....બદનામ ના કરો...! બીજાના અવગુણ અને દોષ જોવાને બદલે વિરોધીઓને સહન કરવાની સહનશીલતાની તાકાત તમને મળે એ માટે અમારે એટલે કે પ્રજાએ તમને વોટ આપવા ઉપરાંત શું શું કરવું અને શું શું ના કરવું એ વળતી ટપાલે લખવા વિનંતી...

  રા.રા.થોડુ લખ્યું ઝાઝુ વાંચજો....

  વિરોધીઓને પકડ્યા હોય તો છોડી મૂકજો. પેલી પ્રિયંકા શર્માને તો ખાસ મુક્ત કરવી જોઇએ. દીદી, ભલે તમારે મૂછો નથી પણ આજનો જમાનો એવો છે કે મહિલાઓ હવે વાર-તહેવારે મોટરસાઇકલ પર બેસીને પાઘડીઓ પહેરી રહી છે, સાફા બાંધે છે ત્યારે જો તમારી મૂછો બનાવી હોય તો ઉદાર દિલ રાખીને બનાવટી મૂછો પેલી મહિલાને આપજો. અને હાં, ભૈયા મેરે.. દીદી કી રાખી કે બંધન કો નિભાતે હુયે તમે પણ દેશદ્રોહના ગુનાઓમાં પકડ્યા હોય તેમને નયા ભારતમાં મુક્ત કરશોજી. જેથી ખરેખર એમ લાગે કે બુધ્ધા ઇઝ લાફિંગ...! નહીંતર લાફાવાળી તો છે જ. પૂછો હાર્દિક અને કેજરીને......!! એમને એટલા માટે પૂછાય, કેમ કે અનુભવીને જ પૂછાય...!! પણ આ બાબતમાં હાર્દિક કરતાં કેજરીનો અનુભવ સૌથી વધારે...ઉમ્મીદ સે જ્યાદા...!! તો ક્યા હમ માન લે કી ઇસ્માઇલિંગ બુધ્ધા આપકે દિલ મેં ઉતર ગયા...? વેરી ગુડ...યે હુઇ ન બાત...! જય ભારત-જય બંગાળ...!!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ