Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • મહારાજા ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા (ગોંડલના બાપુ)

    ભગવદ ગોમંડલ ના પ્રણેતા.

    (ગુજરાતી સાહિત્યની ઉત્કૃષ્ટ કૃતિ

    જન્મ : ૨૪ ઓક્ટોબર ૧૮૬૫ , કારતક સુદ પાંચમ, ધોરાજી

    અવસાન :૯ માર્ચ ૧૯૪૪

    ઉપનામ :ગોંડલ બાપુ

    માતા :મોંઘીબા

    પિતા :સંગ્રામસિંહ ભાણજી જાડેજા

    રાજ્યાભિષેક:૨૫ ઓગસ્ટ ૧૮૬૯ માં પિતા સંગ્રામજી બાપુનું અવસાન થતા ગોંડલની ગાદી પર બેઠા અને ત્યારબાદ ઈ.સ. ૧૮૮૪ માં ગોંડલ ની સ્વતંત્ર સત્તા સંભાળી.

    લગ્ન – (ચાર રાણીઓ) :પટરાણી સાહેબ નંદકુંવરબા (ધરમપુર ના કુંવરી), બીજા રાણીસાહેબ વાંકાનેરના કુંવરી, ત્રીજા રાણીસાહેબ મીણાપુરના કુંવરી, ચોથા રાણીસાહેબ ચુડાના કુંવરી હતા.

    સંતાનો :ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા , લીલાબા, તારાબા.

    અભ્યાસ :-

    નવ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૮૭૫ માં રાજકુમાર કોલેજ માં અભ્યાસ માટે દાખલ થયા.

    ૧૮૮૭ સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ).

    ૧૮૯૦ એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.

    ૧૮૯૫ એડિનબરો રોયલ કોલેજમાંથી એફ. આર. સી. પી. અને એમ. ડી -આયુર્વેદ ના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે

    વ્યવસાય : રાજકર્તા

    ૧૮૮૭ માં સૌ પ્રથમ ટેલીફોન લાઈન (દરબારગઢ થી હજૂર બંગલો) શરૂકરી.

    ૧૮૯૫ માં ફર્ગ્યુંસન કોલેજ, પૂ ના ને દાન આપી ગોંડલ રાજ્યની સીટો ભવિષ્ય માટે રીઝર્વ કરાવી તથા ઓક્સફર્ડ યુનિવર્સીટી ને પણ દાન આપ્યું.

    ૧૯૦૦ માં ગોંડલ ગરાસીયા કોલેજની સ્થાપના કરીજે હાલ સંગ્રામજી હાઇસ્કુલ તરીકે ઓળખાય છે.

    ૧૯૧૯ માં મફત અને ફરજીયાત શિક્ષણ ની શરૂઆત કરાવી.

    ૧૯૨૪ માં ગોંડલ માં ઈલેક્ટ્રીસીટી નો પ્રારંભ કર્યો.

    ૧૯૨૮ માં કે.કા. શાસ્ત્રી અને અન્ય વિદ્વાનો ને રાજ્યાશ્રય આપીને ભગવદ્ ગોમંડલ રચવાની શરૂઆત કરાવી જે- નવ ભાગ માં વિભાજીત સૌથી મોટો ગુજરાતી વિશ્વકોષ છે.

    ૧૯૩૪ માં બિહાર માં ધરતીકંપ આવતા ૧ લાખ રૂપિયા ની સહાય આપી.

    1૯૩૪ માં ગોંડલ કોઈપણ કરવેરા રહિત નું રાજ્ય બનાવ્યું.

    ૧૯૩૦-૩૩ કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં જળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી? અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી,ગોંડલમાં તે જમાનામાં અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અન્ડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનીંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં,

    ૧૯૩૬ માં વાઇસરોય લોર્ડ વિલિંગટન ની ગોંડલ રાજ્ય ની મુલાકાત.

    વિશેષ પ્રદાન :-

    વૃક્ષપ્રેમ ગોંડલ સ્ટેટ ના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતો.

    પુસ્તક પ્રકાશન કોઇ પણ ભારતીય ભાષામાં ન હોય તેવા ભગવદ્દગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના ૯૮૭૦ જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.

    સન્માન :-

    ૧૮૯૭ મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠીયાવાડના રાજાઓના પ્રતિનિધિતરીકે હાજરી અને જી.સી.આઇ.ઇ. નો ઇલકાબ

    ૧૯૧૫ માં ૨૭ જન્યુઆરી માં મહારાજા ની હાજરી માં ગોંડલ ખાતે રસશાળા ઔશધાલય માં રાજવૈધ જીવનરામ કાલિદાસ શાસ્ત્રી અને આચાર્ય ચરણતીર્થ મહારાજ (ભુવનેશ્વરી પીઠ) દ્વારા ગાંધીજી ને મહાત્માની પદવી થી નવાજ્યા હતા.

    ૧૯૩૪ તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.

    જીવનપ્રસંગો

    ૧. થાકલા

    ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એકવખત ઘોડા પર સવાર થઇને કોઇ ગામની મુલાકાતે જઇ રહ્યા હતા. મહારાજા એકલા જ હતા અને પહેરવેશ પણ સામાન્ય આથી કોઇને ખબર પણ ના પડે કે આ ગોંડલ નરેશ છે.

    રસ્તામાં એક બહેન ઘાસનો ભારો નીચે રાખીને બેઠેલા. ઘોડેસવારને આવતા જોયો એટલે એ બહેને હાથ ઉંચો કરીને ઘોડા પર સવાર થયેલા મહારાજાને ઉભા રાખ્યા. મહારાજાએ પણ સામાન્ય માણસની જેમ ઘોડો ઉભો રાખી દીધો અને પુછ્યુ, “બોલો બહેન, શું કામ છે ?” પેલા બહેને કહ્યુ,”ભાઇ આ ઘાસનો ભારો મારા માથા પર ચડાવવામાં મને મદદ કરોને ?”

    મહારાજા ભગવતસિંહજી પોતાના હોદાને એક બાજુ રાખીને સામાન્ય માણસની જેમ એ બહેનને ભારો માથા પર મુકવા માટે નીચે ઉતર્યા. પેલી બહેને કહ્યુ,”આપણા ભગાબાપુ જો થાકલા કરી આપે તો કોઇ ભારો ચડાવવા વાળાની મદદની જરૂર ન પડેમહારાજાએ પોતાનો પરિચય આપ્યા વગર જ પુછ્યુ,”બહેન આ થાકલા એટલે શું ? ” પેલી સ્ત્રીએ વિસ્તારથી સમજાવતા કહ્યુ, ” માણસની ઉંચાઇ જેટલા બે મોટા પથ્થર પર એક આડો પથ્થર મુકીને જે તૈયાર કરવામાં આવે એ થાકલો. વટેમાર્ગુ થાક ઉતારવા માથા પરનો ભારો ઉપરના આડા પથ્થર પર રાખીને થોડો વિસામો ખાઇ શકે અને જ્યારે ફરી આગળ વધવુ હોય ત્યારે કોઇ ભારો ચડાવવા વાળાની જરૂર ન પડે. વટેમાર્ગુ પોતે જ ઉપર રાખેલા ભારાને સીધો પોતાના માથા પર લઇ શકે.માથે ભારો ચડાવીને મહારાજા તો વિદાય થયા.

    મહારાજા જ્યારે પોતાનું કામ પતાવીને ગોંડલ પરત આવ્યા એટલે તુરંત જ મુખ્ય ઇજનેરને મળવા માટે બોલાવ્યો. મુખ્ય ઇજનેર આવ્યો એટલે સર ભગવતસિંહજીએ એને થાકલા વાળી વાત કહીને સુચના આપતા કહ્યુ કે રાજ્યના તમામ રસ્તાઓ પર દોઢ માઇલના અંતરે આવા થાકલા ઉભા કરી દો જેથી મારા રાજ્યની કોઇ વ્યક્તિને ભારો ચડાવવા માટે કોઇની રાહ ન જોવી પડે અને કોઇના ઓસીયાળા ના રહેવું પડે. આ થાકલાનો માઇલસ્ટોન તરીકે પણ ઉપયોગ કરો જેથી ઉભા કરેલા થાકલાથી નજીકનું ગામ કેટલું દુર છે એની પણ વટેમાર્ગુને ખબર પડે.

    ગોંડલ રાજ્યની પ્રજાના પ્રિય એવા ભગાબાપુએ તૈયાર કરેલા એ થાકલાઓ આજે પણ ગોંડલ રાજ્યના મુખ્ય માર્ગો પર જોવા મળે છે.(ફોટામાં રહેલા આ થાકલાઓ જોઇને બળબળતી બપોરે પણ આંખોને ન વર્ણવી શકાય એવી થંડક મળે છે.) જ્યારે જ્યારે હું મારા ગામ મોવિયા જાવ છું ત્યારે રસ્તામાં આ થાકલાઓ જોઇને એવુ થાય કે આ લોકશાહી કરતા ભગાબાપુની રાજાશાહી કેવી સારી ?

    બીલખાના મહારાજાએ એની ડાયરીમાં એવી નોંધ કરેલી છે કે ગોંડલ રાજ્યની હદ ક્યાંથી શરુ થાય અને ક્યાં પુરી થાય એ જોવા માટે તમારે હાથમાં નકશો લેવાની જરુર જ નહિ. આંખ બંધ કરીને ઘોડાગાડીમાં બેસો તો પણ ગોંડલ આવે એટલે તમને ખબર પડી જાય કારણકે સમથળ રસ્તાઓને કારણે રોદા આવતા બંધ થઇ જાય અને ગોંડલની હદ પુરી થતા ફરી રોદા આવવાના શરુ થઇ જાય.

    એક એ ગોંડલ હતુ અને એક આજનું ગોંડલ છે . આજે વર્તમાન સમયે પણ ગોંડલની હદ ક્યાંથી શરુ થાય અને ક્યાં પુરી થાય એ જાણવા માટે નકશો હાથમાં લેવાની જરૂર નહી. આંખો બંધ કરીને બેસો. રોદા આવવાના શરુ થાય એટલે સમજી લેવાનું કે ગોંડલ આવ્યુ અને રોદા આવતા બંધ થાય એટલે સમજી લેવાનું કે ગોંડલની હદ પુરી.

    સર ભગવતસિંહજીના પ્રજાલક્ષી શાસનને શત શત વંદન

    પ્રસંગ સૌજન્ય :- શૈલૈષભાઇ સગપરીયા

    ૨. સામાન્ય નાગરિક

    ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીને જેટલો પ્રેમ એના રાજ્યની પ્રજા પર હતો એટલો જ પ્રેમ પર્યાવરણ પ્રત્યે પણ હતો. મહારાજા સાહેબે ગોંડલમાં કૈલાસબાગનામનો એક વિશાળ બગીચો બનાવેલો જેમા તમામ પ્રકારના ઔષધિય વૃક્ષો અને ફળ-ફુલ વાવેલા. ભગવતસિંહજી આ બગીચાની ખુબ માવજત કરાવતા અને રોજ બગીચાની મુલાકાત લેતા. એકવખત ભગવતસિંહજીના સૌથી નાના કુંવર નટવરસિંહ બગીચામાં રમવા માટે આવેલા. કેળાની એક સરસ લુમ જોઇને નટવરસિંહે બગીચાના માળીને કહ્યુ કે મને આ લુમ ઉતારી આપો મારે જોઇએ છે. બગીચાના માળીએ કુંવરને સમજાવતા કહ્યુ, ” કુંવર સાહેબ, મહારાજાની આજ્ઞા છે કે એમની મંજૂરી વગર કોઇ ફળ ફુલ તોડવા નહી માટે મને માફ કરજો હું આપને એ કેળાની લુમ નહી આપી શકુ. એકવખત મહારાજા સાહેબની મંજૂરી મળી જાય એટલે હું આપને આ કેળાની લુમ ચોક્કસ આપીશ.રાજકુમાર ના સાંભળવા માટે ટેવાયેલા નહી આથી ખુબ ગુસ્સે ભરાયા અને માળીના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો. એણે માળીને કહ્યુ, ” તું જેની મંજૂરી લેવાની વાત કરે છે

    ૩. રાજા

    ૧૯૧૧માં જ્યોર્જ પંચમ દીલ્હી આવેલા. તમામ નાના-મોટા રાજાઓને મળવા માટે બોલાવેલા. ગોંડલના મહારાજા ભગવતસિંહજી પણ દીલ્હી ગયા હતા. જ્યોર્જ પંચમના દરભારમાં એક પછી એક રજવાડાના રાજા જ્યોર્જ પંચમના સિંહાસન પાસે જાય. જ્યોર્જ પંચમ સાથે તેનો પરિચય કરાવવામાં આવે અને પરિચય બાદ રાજા પોતાના આસન પર બેસવા માટે પાછા વળે ત્યારે પાછા પગે ચાલે જેથી જ્યોર્જ પંચમને પીઠ ન જોવી પડે અને એનું માન જળવાય.

    મહારાજા ભગવતસિંહની મુલાકાત પુરી થઇ એટલે એ તો તુંરત જ પીઠ ફેરવીને પોતાની જગ્યાએ બેસવા ચાલતા થયા. જ્યોર્જ પંચમ સહીત બધાને અપમાન જેવુ લાગ્યુ. પણ મહારાજા ભગવતસિંહે કહ્યુ , ” જ્યોર્જ પંચમ રાજા હોય તો હું પણ રાજા જ છું અને જો હું પાછા પગે ચાલુ તો મારા ગોંડલ

    રાજ્યની પ્રજાનું અપમાન થાય માટે મારા માટે એમ કરવું શક્ય નહોતું.

    થોડું વધારે પણ અગત્યનું

    ભગા બાપુના હુલામણા નામથી ઓળખાતા આ રાજવીએ એમના શાસનકાળ દરમ્યાન લોકકલ્યાણના એવા અદભૂત કામ કર્યા હતા જે આજની લોકશાહી કરતા એ સમયની રાજાશાહીને ગોંડલ રાજ્યની પ્રજા વધુ પસંદ કરે.

    સર ભગવતસિંહજીએ એમના શાશનકાળ દરમ્યાન કન્યાકેળવણી ફરજીયાત બનાવી હતી. કોઇ દિકરી શાળાએ ભણવા ન જાય તો એના પિતાને ચાર આના(તે સમયે આખા દિવસની મજૂરી) દંડ કરવામાં આવતો. આજે ગોંડલ રાજ્યની કોઇ વૃધ્ધા તમને અભણ જોવા નહી મળે.ભગા બાપુ સ્ત્રી સ્વાતંત્ર્યના એવી હિમાયતી હતા કે આઝાદી પહેલાના એ સમયે એમણે એના અંગતમદદનિશ તરીકે જમનાબાઇ નામની સ્ત્રીને નિમણૂંક આપી હતી.

    ભગા બાપુ હંમેશા દેશી પહેરવેશ જ પસંદ કરતા. એકવખત કોઇએ એને વિદેશી પહેરવેશ માટે વાત કરી ત્યારે ભગાબાપુએ કહેલુ કે હું વિદેશી પહેરવેશ અપનાવું તો પછી મારો ગામડાનો ખેડુ દીલ ખોલીને મારી સાથે વાત ન કરી શકે. પહેરવેશને કારણે અમારા બંને વચ્ચેનું અંતર ખૂબ વધી જાય. મારે પ્રજા અને રાજા વચ્ચેનું અંતર વધારવું નથી પણ ઘટાડવું છે.(ફોટામાં જોવા મળે છે એ પહેરવેશ તો માત્ર પ્રસંગોપાત જોવા મળતો).

    કોઇ કલ્પના પણ કર શકે કે પ્રજા પાસેથી વેરો લીધા સિવાય રાજ્ય ચલાવી શકાય ? ભગવતસિંહજીએ ગોંડલને વેરામૂક્ત રાજ્ય બનાવેલું. રાજયની તિજોરીમાંથી ખોટી રીતે એક આનો પણ ન ખર્ચાય એની આ રાજવી પુરી તકેદારી રાખતા. એકવખત ટાંચણેના ભાવમાં ઉછળો આવ્યો ત્યારે ટાંચણી ખરીદવાના બદલે એણે બાવળની શૂળો વાપરવા માટેની કચેરીને સુચના આપેલી અને જ્યાં સુધી ટાંચણીના ભાવ ન ઘટ્યા ત્યાં સુધી બાવળની શૂળોથી કામ ચલાવ્યુ. ગોંડલ રાજ્યમાં પધારતા મહાનુભાવોને પણ મહારાજા સાહેબ એની રહેવા જમવાની વ્યવસ્થા કરવા બદલ બીલ આપતા હતા. મહાત્મા ગાંધી, બિટીશ વાઇસરોય અને ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરને પણ આવા બિલ ભરવા માટે શરમ કે સંકોચ વગર જણાવી દીધુ હતું.

    મહારાજા સાહેબ માટે એમના સંતાનો અને પ્રજા સરખા જ હતા. પ્રજાને પણ એ સંતાનની જેમ જ સાચવતા. ગોંડલ રાજ્યના તમામ ગામડાઓમાંથી રાત્રે સબસલામતનો પોલીસ પટેલનો ટેલીફોન આવી જાય પછી જ બાપુ આરામ કરવા માટે જતા.( તે સમયે ગોંડલમાં ટેલીફોન લાઇન, રેલ્વે, અંન્ડર ગ્રાઉન્ડ ઇલેટ્રીસીટી અને ગટરની વ્યવસ્થા મહારાજા સાહેબે કરાવી હતી).

    પ્રજાની નાની-નાની મુશ્કેલીઓને પણ બહુ મહત્વ આપતા. એકવખત એક ડોશીએ ભગવતસિંહજીને ભારો ચડાવવા માટે વિનંતી કરી. પોતાનો કોઇ પરિચય આપ્યા વગર એમણે સામાન્ય માણસની જેમ ડોશીમાંના માથા પર ભારો મુક્યો. ડોશીએ એ વખતે કહ્યુ કે ભગાબાપુ અમને થાકલાબનાવી દે તો કોઇની મદદની જરૂર ન પડે. મહારાજા સાહેબે ડોશીમાં પાસેથી થાકલાએટલે શું એ સમજી લીધુ અને પછી રાજ્યના મુખ્ય ઇજનેરને બોલાવીને રાજ્યના તમામ રસ્તાઓ પર એક માઇલના અંતરે આવા થાકલા ઉભા કરી આપવાની સુચના આપી.( આજે પણ અમુક જગ્યાએ આ થાકલાઓ જોવા મળે છે. જેમાં માણસની ઉંચાઇના બે મોટા પથ્થરોની ઉપર એક ત્રીજો પથ્થર મુકેલો હોયે જેના પર ભારો મુકીને મુસાફર આરામ કરી શકે અને જ્યારે એને જવુ હોય ત્યારે ભારો ચડાવવા માટે કોઇ મદદગારની જરુર જ ન પડે)

    પુનાની ફર્ગ્યુશન કોલેજમાં દાન આપવાનું હતુ ત્યારે તે લોકોએ કોલેજના કોઇ એક વિભાગને મહારાજા સાહેબ કે એમના પરિવારનું નામ આપવાની દરખાસ્ત મુકી. મહારાજા સાહેબે કહ્યુ કે આ મારી પ્રજાના પૈસા છે મારા નામની કોઇ જરૂર નથી પણ અભ્યાસ માટે મારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે થોડી બેઠક અનામત રાખો. આજે પણ ફરગ્યુશન કોલેજમાં ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ માટેની બેઠક અનામત છે.

    ભગાબાપુ જે બાંધકામ કરાવતા એ તમામ બાંધકામના કોન્ટ્રાકટર પાસે બોંડ સાઇન કરાવતા અને જો વર્ષો સુધી તેનું મેઇન્ટેનન્સ કરવાની જવાબદારી પણ કોન્ટ્રાકટરના માથે નાંખતા. બાંધકામ કેવુ થયુ છે એની ચકાસણી ખૂદ મહારાજા સાહેબ પોતે કરતા અને જો બાંધકામ સહેજ પણ નબળું લાગે તો ચલાવી ન લેતા. ભગવતસિંહજી વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે.

    અત્યાર ના પ્રધાનો અને નેતાઓ એ માટે પ્રેરણાત્મક વહીવટકર્તા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ