Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શહિદી-શહિદીમાં ફેર હોય એ જુના ભારતે છેલ્લે છેલ્લે જોયું….

1 મેના રોજ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ જ્યારે તેમને ભારતમાંથી જ આપમાં જ લોકો દ્વારા મળતા સુરંગી દારૂગોળાનો ઉપયોગ કરીને આપણાં જ 15 જવાનોને એ રીત્ ઉડાવી દિધા કે તેમના શરીરીના ટુકડા આસપાસના ઝાડની ડાળીઓ પર ચોંટેલા હતા. ખૂબ જ નિર્દયતાથી  કાશ્મિરના પુલવામામાં પણ 40 કરતાં વધારે જવાનોને આ જ રીતે આરડીએક્સથી ઉડાવી દેવામાં આવ્યાં હતા.  ફર્ક માત્ર સંખ્યાનો હતો. પુલવામામાં 40 શહિદ થયા તો ગઢચિરોલી (ખરેખર એક રીતે એ જગ્યા નક્સલીઓનો ગઢ જ ગણાય)માં 15 શહિદ થયા. જુના ભારતને (જુના ભારત એટલા માટે કે હવે નવુ ભારત બનવાનું છે) એમ કે પુલવામાના શહિદો માટે જે લાગણીઓ ઉમટી આવી એવી લાગણીઓ 15 જવાનો માટે ઉમટી આવશે.... મિડિયા દ્વારા- નેતાઓ દ્વારા- ચૂંટાયેલા સ્થાનિક જનપ્રતિનિધિઓ દ્વારા....પણ આ ઉનાળાની કાળઝાળ ગરમીના સોગંદ (રામના સોગંદ તો ખવાય નહીં કેમ કે મંદિર હજુ....) એટલે  એવું કાંઇ જ ના થયું...ઓત્તારીની.....એવું કેમ.....આવો ભેદભાવ શહિદો-શહિદો વચ્ચે...? પછી યાદ આવ્યું કે અરે હાં, ભારતમાં તો ચૂંટણીઓ ચાલી રહી છે...! પુલવામા વખતે ચૂંટણીઓ નહોતી પણ ચૂંટણીઓની તૈયારીઓ ચાલતી આવતી હતી એટલે નેતાઓ અને સરકારો પાસે સમય જ સમય હતો. પણ 15 જવાનો માટે...?  કાય ભાઉ તુમ ભી ન...દિખતો નાહિં કા.. શાંતતા ચુનાવ ચાલુ આહે...!!

ચાલો, નેતાઓ સૌ ચૂંટણીઓમાં બીઝી પણ જેમ પુલવામાના શહિદો માટે દાનવીરો કોરા ચેકો લઇ લઇને બહાર આવ્યા એ બધા ક્યાં ગયા...? એમાંથી તો કોઇ ઉમેદવાર નથી...તો પછી એ દાનવીરો ગઢચિરોલીના 15 શહિદોના પરિવારોને મદદ કરવા માટે કેમ આગળ ના આવ્યાં..? જેમની આગળ -પાછળ ફરો છો ત્યાંથી હજુ ઇશારો મળ્યો નથી કે શું...?  જો આવુ ના હોય તો 15 શહિદ જવાનોના પરિવારો માટે કેમ દાનની સરવાણી વહેતી થઇ નહીં...? શું ગઢચિરોલીના શહિદોનો વારો આવતાં જ દાનની સરવાણી નર્મદાના નીર સુકાઇ ગયા કે પ્રવાહ અટકી ગયો એમ સરવાણી સુકાઇ ગઇ...? કોણે દાનની સરવાણીરૂપી ડેમના દરવાજા બંધ કર્યા વારૂ...?  સોહરાબ મોદી ( સબૂર..રાહુલભૈયા... આ મોદી ચોકીદાર નથી...! ) નો ડાયલોગ બોલીએ તો- તુમ્હારા ખૂન.. ખૂન ઔર હમારા ખૂન પાની....? પુલવામા કે શહિદ જવાનો કા ખૂન ખૂન ઔર ગઢચિરોલી કે શહિદો કા ખૂન....? ખૂન રે ખૂન તેરા રંગ કૈસા....

પુલવામાના શહિદો માટે જાણે આખુ ભારત ઉમટી પડ્યુ મદદ કરવા(સારી વાત છે એવું હોવુ જ જોઇએ જેથી એક ભારત નેક ભારત...ની છાપ પ્રજા વિશ્વાસ અને સહકારથી જળવાયેલી રહે) અને  ગઢચિરોલીના શહિદો માટે...? માનો કે સરકાર પાસે સમય નથી પણ દેશના કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી આ 15 જવાનોના તાબૂતને હાથ લગાવવા માટે તો જઇ શક્તા હતા કે નહીં...? ફર્ક દિખતા હૈ આમ આદમી(જો જો પાછા કોઇ ના ભડકતા આમ આદમી સાંભળીને) કો.... ટીવી ચેનલો અને  જેઓ પોતાનો ફેલાવો સૌથી વધારે એવા પ્રમાણપત્રો સાથે પોતાની પીઠ જાતે થાબડી રહ્યાં છો એ મેઇન સ્ટ્રીમના બડા બડા માધ્યમોએ 15 જવાનોના બાળકોની પીઠ પર વ્હાલથી હાથ ફેરવતો લેખ લખ્યો કે તેમના પરિવાર પર શું વીતી...? 15 જવાનોના ફોટા છાપ્યા..? અરે...જાણે કે એવી કોઇ ઘટના જ બની નથી એવું કેમ જોવા મળ્યું હશે  જુના ભારતમાં...? નવા ભારતમાં એવું જ હશે કે પછી....? એક ભી જવાન મારા નહીં જાયેગા....એવા ડાયલોગ બોલાશે....? સાવ આવું...? મોટો ફેલાવો ધરાવતાં માધ્યમોને 15 જવાનો પ્રત્યે કેમ સંવેદના ના જાગી તેનો કોઇ અભ્યાસ પત્રકારત્વના અભ્યાસુઓએ કરવો જોઇએ. એકને ગોળ અને ચિરોલીને ચારોલી પણ નહીં...? કોઇ અખબારે કડી નિંદાવાલે.... સે પૂછા કી સર ઐસા ક્યોં...? ખામોશ....

નક્સલીઓના ગઢમાં શહિદ થયેલા હેં.. 15 જવાનો અને તેમના સારથી,,,,અમને માફ કરજો. અમે લોકસભાની ચૂંટણીમાં બીઝી છીએ. લોકસભાની ચૂંટણી જીતીને અમે નક્સલવાદને 2022 સુધીમાં કઇ રીતે નાબૂદ કરવો તેની ચર્ચા કરવાના છીએ એટલે હાલમાં અમે તમને પુલવામાની જેમ કોઇ ન્યાય કે સન્માન આપી શકીએ તેમ નથી...! હાં, જો તમે કાશ્મિરમાં શહિદ થયા હોત તો વાત કંઇક બનત. પણ આ તો આપણાં જ  હતા અને છે અને તમને નિશાન બનાવ્યાં એટલે એક કારણ એ અને બીજુ કે ચૂંટણીમાં અમારી પાસે નક્સલવાદને ખતમ કરવાના કડક શબ્દો છે પણ તમારા માટે નક્સલવાદને ભાંડવાનો કોઇ સમય નથી. તમને પાકિસ્તાને શહિદ કર્યા હોત તો વાત કંઇક ઓર હોત. પણ....ખૈર....ઇશ્વર આપની આત્માને શાંતિ આપે....ચૂંટણીમાં એટલી બધી નિરવ( અમારે નિરવ મોદીની સાથે સાત પેઢી સુધી કોઇ સંબંધ નથી હોં ભાઇ..) શાંતિ છે કે તમારી સાથેના અન્યાયના ડૂસકાં તેમાં ગરકાવ થઇ ગયા  છે. માફ કરજો મારા વ્હાલા સંતાનો...માફ કરજો....

સુરક્ષા દળના જવાન-જવાનમાં ફેર હોય છે એ પણ જુના ભારતે જતાં જતાં પહેલી અને છેલ્લીવાર જોયું-અનુભવ્યું....નવામાં તો  એ ય... રામ રાજ્ય પ્રજા સુખી...અબ કોઇ ગુલશન ન ઉજડે અબ વતન આઝાદ હૈ....ન આતંકવાદ ન નક્સ્લવાદ.....માત્ર એક જ વાદ.... વિકાસવાદ....વિકાસવાદ...!!! ચલ મનવા...નયે ભારત કી ઔર....23મી આવે જ છે....!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ