Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • દેશ-વિદેશમાં હનુમાનજીમાં અનેરી આસ્થા રાખનારાઓ માટે બોટાદ નજીકનું સાળંગપુર ખાતેનું સ્વામિનારાયણ મંદિરના સંકૂલમાં આવેલા સાળંગપુરહનુમાનજીના મંદિરના ટ્રસ્ટીઓ કે પૂજારીઓ પણ કેટલાક કેસરી રાજકારણીઓના રંગે રંગાયા હોય તેમ હિન્દુઓના દેવને ખ્રિસ્તી સમાજના સાંતાકલોઝના વસ્ત્રો-વાઘા પહેરાવ્યાં...! આવું કરતી વખતે વાઘા પહેરાવનારાઓને જરા પણ લાજશરમ ના આવી કે આવું ના કરાય..? દર વર્ષે આવા વાઘા પહેરાવવાની પરંપરા હોય તો પણ તે ખોટી જ છે. કોઇ અન્ય ધર્મના દેવી-દેવતાને હિન્દુ સંસ્કૃતિના વાઘા પહેરાવ્યાં હોય તેવું જોવા મળે છે...? શું ઇશુ ખ્રિસ્તને ધોતી-ઝભ્ભામાં જોયા છે...? મધર મેરીને સાડી પહેરાવી હોય તેવું બન્યું છે..? અમેરિકા સહિતના જે દેશો ઇશુ ખ્રિસ્તને માને છે તેમણે પણ 2 હજાર વર્ષમાં ક્યારેય જીસસને કોટ-પેન્ટ અને ટાઇ પહેરાવી નથી. અને હિન્દુ ધર્મના આવા હરખપદુડાઓ અતિ ઉત્સાહમાં આવીને હિન્દુઓના આરાધ્ય દેવ સાથે આવા ચેડાં કરે તે બદલ તેમની સામે વિરોધ થવો જોઇએ અને લોકોની ધાર્મિક લાગણી દુભવવા બદલ કાર્યવાહી કરવી જોઇએ. વાસ્તવમાં શ્રી હનુમાનજીને ભાજપના નેતાઓએ એક મજાકનું સાધન બનાવી દીધુ છે. મુખ્યમંત્રી યોગી કહે છે કે હનુમાનજી તો દલિત હતા....કોઇએ તેમને જાટ, કોઇ વનવાસી તો ભાજપના એક નેતાએ તો હનુદાદાનો આખો ધર્મ જ બદલીને હનુમાન તો મુસલમાન હતા....એવી કહેવાની હિંમત કર્યા બાદ તેમની સામે કોઇ ઇનામ જાહેર ના થયું તેનું પરિણામ એ આવ્યું કે સાળંગપુર હનુમાનજીને ખ્રિસ્તીધર્મી બનાવી દેવાની હિંમત મંદિરના હરખપદુડાઓમાં આવી અને લાખો-કરોડો હનુમાન ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડી છે. આટલી બધી હિંમત કઇ રીતે ચાલે એમની મજાક કરવામાં કે જેના પર વિશ્વાસ લઇને રોજ કેટલાય દુખિયારાઓ તેમની શરણે આવે છે..? હનુમાન દલિત હતા એવું કહેવાયું તે જ વખતે જો તેનો જોરદાર અને લોક જુવાળ પેદા થાય એ રીતે વિરોધ કરાયો હોત તો સાળંગપુરમંદિરના હરખપદુડાઓમાં આવી અને આટલી હિંમત ન આવત. પરંતુ હનુમાનજીને દલિત કહેનારની સામે બીકના માર્યા સૌ ચોક્કસ જગ્યાએ પૂંછડી દબાવીને બેસી ગયા...! શું હનુમાનજીને દલિત કહેનારાઓને હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિક સમાનનું મન ફાવે તેમ મતોના રાજકારણમાં તેમને વટાવી ખાવાનો હિન્દુઓએ પરવાનો લખીને આપ્યો છે..? રામ મંદિર બનાવવાની તાકાત નથી અને રામભક્ત હનુમાનજી અંગે એલફેલ બોલવાની હિંમત એટલા માટે છે કેમ કે તેમની સામે બોલનાર કોઇ નથી. આજે સાળંગપુર હનુમાનજીને આવા વાઘા પહેરાવવામાં આવ્યાં કાલે રામજીને કોઇ સુટ-બુટ અને ટાઇ પહેરાવશે અને હિન્દુઓ બે હાથ જોડીને નમન કરશે.

    નમાલાઓની કમી નથી ગાલિબ..

    એક માંગશો હજાર મળશે...!

    હે, હનુદાદા તમારી આવી હાલત કરનારાઓને ક્યારેય માફ ન કરતાં કેમ કે તેઓ જાણતાં હતા કે તેઓ શું કરી રહ્યાં છે...!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ