Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આજીવન સમાજ માટે કાર્ય કરતા રહ્યા

    આલેખનઃ રમેશ તન્ના

    એક ઓર સાચુકલા ગાંધીજને આજે બપોરે 2.30 કલાકે અમદાવાદસ્થિત પોતાના નિવાસસ્થાને વિદાય લીધી. નવમી જાન્યુઆરી, ૧૯૨૬ના રોજ જન્મેલા સૂર્યકાન્તભાઈએ 93મા વર્ષે, પાંચમી એપ્રિલ, 2019ના રોજ વિદાય લીધી.

    જીવનની છેલ્લી ક્ષણ સુધી તેઓ કાર્ય કરતા રહ્યા. ૯3 વર્ષની ઉંમરે સેનિટેશન અને પર્યાવરણનું કામ કરતા ગાંધીજન સૂર્યકાન્ત પરીખની આપણે ખાસ કદર ના કરી. જો ગુજરાતનો સ્વભાવ જોતાં એ સ્વાભાવિક જ લાગે.

    અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં સહયોગ કોમર્શિયલ સેન્ટરના ચોથા માળે ‘નાસા ફાઉન્ડેશન’ની ઓફિસ આવેલી છે. તમે દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરો કે તરત પામી જાઓ કે ઓફિસમાં રહેલી પ્રત્યેક વ્યક્તિ પોતાને સોંપેલા કામમાં રોકાયેલી છે. ડાબી બાજુની કેબિનમાં સૂર્યકાન્તભાઈ બેઠા હોય. ભારે કામઢા. ફાઈલો અને પુસ્તકો અને સામયિકો અને પત્રોની વચ્ચે ડૂબેલા હોય. શરીરથી ૯3 વર્ષના અને મનથી ૩૨ કે ૪૨ વર્ષના સૂર્યકાન્ત પરીખને જોઈને કોઈ પણનાં મન-મસ્તિક આદર, પ્રેમ અને ઊર્જા છલકાઈ જાય. લાકડાની દિવાલથી ઓફિસને દષ્ટિપૂર્વક સજાવાઈ હોય. બે બાજુ ભારતના નિર્માણમાં સિંહ ફાળો આપનાર વ્યક્તિ વિશેષ ગાંધીજી, સરદાર, જવાહર, વિનોબા ભાવે, વિવેકાનંદ સહિતનાં સુંદર ચિત્રો. ચિત્રો જોઈને તમને લાગે કે કોઈ ચિત્રકારે હૃદય ઠાલવીને આ ચિત્રો સર્જ્યાં હશે.

    સૂર્યકાન્ત પરીખ થાકતા નહીં કે કંટાળતા પણ નહીં.

    95 વર્ષની વયે પણ તેઓ નિયમિત ઓફિસે જતા. ભારત સરકારે સ્વચ્છ ભારત અભિયાન તો 2014માં શરૂ કર્યું, પણ સૂર્યકાન્ત પરીખ તો ત્રણ-સાડા ત્રણ દાયકાથી આ કામ કરતા હતા. તેઓ માત્ર ઝાડુધારી નહોતા, વ્રતધારી પણ હતા. તેઓ કોઈ પણ કામ વ્રતની જેમ કરતા. તેમની સંસ્થા ગુજરાતમાં જાહેર સેનિટેશનનું કામ કરે છે. ગુજરાતનાં જેટલાં મહત્વનાં યાત્રાધામો છે ત્યાં તમામ જગ્યાએ જાહેર શૌચાલયો તેમની સંસ્થાએ બાંધ્યાં છે. ના, સરકારના પૈસાથી નહીં, સમાજના પૈસાથી. ડોનેશન ભેગું કરીને સેનિટેશન સંકુલનું નિર્માણ કરવાનું અને પછી તેનું સરસ રીતે સંચાલન કરવાનું.

    સૂર્યકાન્તભાઈના નેજા હેઠળ નાસા ફાઉન્ડેશને અંબાજી, ડાકોર, દ્વારકા, સોમનાથ, પાલીતાણા, શંખેશ્વર વગેરે સ્થળોએ સંકુલો બાંધ્યાં છે. તેમનાં સંકુલોનો આંકડો છે 40નો.અમદાવાદમાં 22 અને બીજાં ગુજરાતમાં.

    હવે ગુજરાતમાં સાચુકલા ગાંધીજનો ઘણા ઓછા બચ્યા છે, તેમાં સૂર્યકાન્તભાઈ એક છે તેવું હું દૃઢપણે માનું છું. નવમી જાન્યુઆરી, ૧૯૨૬ના રોજ જન્મેલા સૂર્યકાન્તભાઈએ સ્વતંત્રતાની લડતમાં સક્રિય ભાગ લીધો હતો. ગાંધીજીને તેમણે પત્ર લખ્યો તો બાપુએ તેનો વિગતવાર જવાબ આપેલો. સૂર્યકાન્તભાઈ મુંબઈ રાજ્યના તત્કાલીન ગૃહમંત્રી મોરારજી દેસાઈના પી.એ. હતા. પ્રેમભંગ થતાં તેમનું મન નોકરીમાં લાગતું નહોતું. એ પછી તેઓ હિમાલય ચાલ્યા ગયા. અહીં તેઓ અઢી વર્ષ રહ્યા. તેમાંથી એક વર્ષ ગાંધીજીનાં અંગ્રેજ શિષ્યા મીરાંબહેન (મેન્ડેલીન સ્લેડ) સાથે રહ્યા હતા. ૧૯૫૩માં તેમનું લગ્ન જાણીતા આગેવાન-લેખક પરમાનંદ કાપડિયાનાં દીકરી અને કવયિત્રી ગીતાબહેન સાથે થયું. એ પછી આ પતિ-પત્નીએ વિનોબાજીના ભૂદાન આંદોલનમાં પાંચ વર્ષ આપ્યાં. એ પછી તેમણે વિવિધ નોકરી કરી. ૬૨ વર્ષે નિવૃતિ થયા પછી તેમણે 1989માં નેશનલ સેનિટેશન એન્ડ એનવારયરમેન્ટ ઈમ્પ્રૂવમેન્ટ ફાઉન્ડેશન (નાસા)ની સ્થાપના કરી. આ સંસ્થા ગુજરાતની જાહેર સેનિટેશનની પહેલી સામાજિક સંસ્થા હતી. ૩0 વર્ષ સુધી સૂર્યકાન્તભાઈ આ સંસ્થાને સરસ રીતે ચલાવી. સંસ્થાના નેજા હેઠળ અત્યાર સુધી જે કામ થયું તે એક લેખનો નહીં, એક પુસ્તકનો વિષય છે.

    સૂર્યકાન્તભાઈ માનવતાના પૂજારી હતા. સારપના ઉજાગર હતા. સારું થશે તેવી ભાવના સાથે જીવ્યા. ખૂબ વાંચતા. ઉત્તમ વાંચનના પ્રસારક પણ હતા. કશું પણ સારું વાંચે કે તરત જ તેની ઝેરોક્ષ કોપી કરીને મનગમતા મિત્રોને મોકલતા. સત્વશીલ પુસ્તકો, સામયિકો, કે માહિતીને ખૂબ ઝડપથી તરતી કરી દેતા. તેમને ખબર હતી કે બધું ડૂબી રહ્યું હોય ત્યારે સત્ત્વશીલ વાચન અને માહિતીને તરતું કરવામાં જ શાણપણ ગણાય.

    સંગીતના ચાહક અને વાહક હતા. છેક સુધી તેમનો અવાજ હેમખેમ હતો. ઓફિસમાં બેલ વગાડીને સાથીદારને બોલાવવાને બદલે બૂમ પાડીને બોલાવે તો સાથીદાર જલ્દી આવે. ગાવાનું સહજ હતું. તેમની સાથેના દરેક સંવાદ પછી સ્વતંત્રતાનું કોઈ ગીત કે રવિન્દ્ર સંગીતનો લાભ તમને મળી જ જાય. અમારા ઘરે આવેલા ત્યારે પણ સ્વતંત્રતાનાં ગીત ગાયેલાં. બોલ્યા હતા કે જે ઘરનું નામ ગાતું ઘર હોય ત્યાં તો ગાવું જ જોઈએ.

    અમે વિશાલામાં બાળકોની વાચન શિબિર કરી હતી ત્યારે મુખ્ય મહેેમાન તરીકે આવેલા અને ગીતો પણ ગાયેલાં. 2013માં તેમને ઈલાબહેન ભટ્ટના હસ્તે સેલ્યુટ ઈન્ડિયા એવોર્ડ એનાયત થયેલો ત્યારે રાજી થયા હતા.

    ગાંધીવિચાર તેમની રગરગમાં હતો.

    જીવનસાથી ગીતાબહેનની વિદાય પછી એકલા પડેલા. ગીતાબહેન વિશે ખૂબ જ પ્રેમથી તેમણે પુસ્તક પણ તૈયાર કર્યું હતું. ગીતાબહેનને વારંવાર યાદ કરતા.

    થોડા દિવસ પહેલાં ફાલ્ગુનીબહેન પાસેથી જાણ્યું કે તેઓ બિમાર રહે છે કે તરત, અમે એ જ દિવસે તેમના ઘરે ગયાં. નિરાંતે બેઠાં. ખૂબ વાતો કરી. મારે વલસાડ મોરારજીભાઈ દેસાઈ વિશે વ્યાખ્યાન આપવા જવાનું હતું તો મોરારજીભાઈની વાતો પણ કરી. અમારા દીકરા આલાપને ખૂબ યાદ કર્યો. હીરો શું કરે છે.. હીરો શું કરે છે.. નું રટણ કર્યું. થોડા મહિનાઓ પહેલાં આલાપે તેમનું શુટિંગ કર્યું હતું. એ દસ્તાવેજરૃપે કામમાં આવશે હવે.

    અમારે તેમની સાથે પારિવારિક નાતો હતો. અવારનવાર મળવા ના જઈએ તો તરત ફોન કરે જ. મળવા આવો. ક્યાં ખોવાઈ ગયાં છો વગેરે વગેરે. ઓફિસના ઉદઘાટનમાં પણ આવેલા.

    અમે એક પ્રેમાળ વડીલ પણ ગુમાવ્યા આજે...

    દીકરો ડો. દર્શનભાઈ અને પુત્રવધુ ફાલ્ગુનીબહેન તેમને ખૂબ સાચવતાં હતાં. ગીતાબહેનની વિદાય પછી તેઓ કદાચ એકલા પડ્યા છે. ફાલ્ગુનીબહેને તો નાસા ફાઉન્ડેશનનો ઘણો ભાર ઉપાડી લીધો હતો.

    મોંઘી જણસ જેવા અને દુર્લભ ગાંધીજન સૂર્યકાન્ત પરીખને હાથ વંદન કરે તે પહેલાં હૃદય નમી જ જતું.

    ભગવાન તેમના આત્માને શાંતિ આપશે જ.

    સ્વર્ગમાં પહોંચ્યા હશે ત્યારે ગીતાબહેને હસીને તેમને આવકાર્યા હશે અને ચરખો કાંતતા ગાંધીજીએ તેમને જોઈને સ્મિત કર્યું હશે.

    ****

    સૂર્યકાન્તભાઈ પરીખનું આજે, પાંચમી એપ્રિલ, 2019, શુક્રવારે બપોરે 2.30 કલાકે નિધન થયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ