Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતની પ્રિમિયર તપાસ એજન્સી સીબીઆઇમાં આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની લડાઇમાં મોદી સરકારે જેમને 24 ઓક્ટોબર 2018ની અડધી રાત્રે પોલીસની હાજરીમાં સીબીઆઇના વચગાળાના નિયામક બનાવ્યાં તે નાગેશ્વર રાવે સુપ્રિમ કોર્ટની સખ્ત મનાઇ છતાં કેટલાક અધિકારીઓની બદલીઓ કરી જેમાં બિહારના શેલ્ટરહોમ કાંડની તપાસ કરનાર અધિકારી એ.કે. શર્માની પણ બદલી કરીને કોર્ટનો રોષ વ્હોરવો પડ્યો અને આજે સુપ્રિમ કોર્ટે તેમને સામાન્ય આરોપીની જેમ એક ખૂણામાં આખો દિવસ ઉભા રહેવાની સજા ફટકારી છે. સાથે 1 લાખનો દંડ પણ ફટકાર્યો છે. નાગેશ્વરરાવની કેરિયરમાં મોટો દાગ લાગ્યો છે. સીબીઆઇના ઇતિહાસમાં નીગેશ્વરરાવ પહેલા એવા અધિકારી બન્યા કે જેમને નાની કે સામાન્ય કોર્ટ નહીં પણ દેશની સર્વોચ્ચ અદાલતે ભરી કોર્ટમાં આરોપી બનાવીને એક ખૂણામાં ઉભા રાખ્યા હોય. નાગેશ્વરરાવને થયેલી આ સજાના પગલે દિલ્હીમાં પોલિટીકલ કોરિડોરમાં એવી ચર્ચા છે કે નાગેશ્વરરાવે જેમના કહેવાથી આ બદલીઓ સુપ્રિમ કોર્ટની સખ્ત ના છતાં કરી અને જેના પર વિશ્વાસ રાખ્યો તેમને કોણ સજા કરશે..? સૂત્રો કહે છે નાગેશ્વરરાવની પોતાની એટલી હિંમત નથી કે જાતે એ.કે. શર્મા સહિતની બદલીઓ કરી હોય.

    ભારે ઉત્સાહી અને હરખપદુડા થઇને સારૂ લગાડવા કોઇની મૌખિક સુચનાથી આ બદલીઓ કરીને સત્તાની નજીક જવાનો પ્રયાસ કર્યો પરંતુ સજા તો નાગેશ્વરરાવને જ ભોગવવાની આવી..! જેમણે સુચના આપી હશે તેઓ મંદ મંદ મુસ્કારાઇ હોય તો પણ નવાઇ નહીં. સીબીઆઇની આબરૂને બટ્ટો લાગ્યો પણ જેમણે બદલીઓ માટે કહ્યું હશે એ આ આખા બદલીના પ્રકરણમાં સાવ કોરા કોરા નિકળી ગયા..१! એ પરિબળોને દેશની કોઇ કોર્ટના કોઇ ખૂણામાં ઉભા રહેવાની સજા નહીં મળે કે નથી મળી પણ જાહેર મંચ પર સભાઓ ગજવવાની તક મળશે. નાગેશ્વરરાવનું નામ સુપ્રિમ કોર્ટના ઇતિહાસની સાથે સીબીઆઇના ઇતિહાસમાં પણ ખૂબ ખરાબ રીતે નોંધાઇ ગયું છે. કેન્દ્ર સરકારે કોર્ટની સજા પામનાર આ અધિકારીની સામે હવે વહીવટીય પગલાં ભરીને પગલા લેવા જોઇએ. કેમ કે જો તેમણે પોતે ડાહ્યાડમરા થઇને કોર્ટની ઉપેક્ષા કરવાની હિંમત કરી હોય તો સરકારે તાત્કાલિક તેમને કેડરમાંથી દૂર કરવા જોઇએ. જો તેમ નહીં થાય તો એમ માનવાના પૂરતાં કારણો હશે કે હરખપદુડો અધિકારી નાહકનો કૂટાઇ ગયો...! હસમુખા નાગેશ્વરરાવ, કંઇક બોલવાની ઇચ્છા હોય તો બોલજો, તમારી વાત સાંભળવા દેશ તૈયાર છે. બાકી તમારી મરજી. તમને અગ્નિપથ પર ચલાવીને તમારૂ તો કોઇએ પૂરૂ કરી નાંખ્યું છે. હવે એક જ પથ છે-બોલપથ....! કંઇક કહેશો...? શું કહ્યું...? હમણાં નહીં ચૂંટણીઓ પછી....? સારૂ ત્યારે. જીવનકથામાં સુપ્રિમ કોર્ટની એક કોર્ટના એક ખૂણે આરોપીની જેમ ઉભા રહેવા બદલ કેવી લાગણી અનુભવી તે પ્રકરણ ખાસ લખજો...!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ