Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાયબર ક્રિમીનલ્સે વડોદરાના વેપારીનું ATM કાર્ડ ક્લોન કરીને તેના બેંક ખાતામાંથી એક સાથે 14 જેટલા ટ્રાંજેકશન કરીને 1 લાખ ઉપરાંતની રકમ ઉપાડી લીધી હોવાનો ગંભીર કિસ્સો બહાર આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના વેપારી વિશાલભાઇને સાંજના સમયે મોબાઇલમાં માત્ર 2 મિનીટના ગાળામાં અલગ અલગ 14 જેટલા મેસેજ આવ્યા હતા અને તેમની બેંકના ખાતામાંથી 1,03,650 રુપિયા ડેબિટ થઇ ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે વડોદરામાં બેઠેલા વિશાલભાઇના પૈસા મેક્સિકો, સાનફ્રાન્સીસ્કો, ગુગુલ પે, બટલર હાઉસ પેમેન્ટ, સાન્ટા કાલરામાં જમા થયા હતા. સામાન્ય રીતે દરેક ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્ઝેક્શનમાં મોબાઇલ પર OTP મેસેજ મોકલવામાં આવે છે, પણ વિશાલભાઇના કેસમાં તેમને OTP મળ્યા જ ન હતા અને ડેબિટ કાર્ડ મારફતે અલગ અલગ એકાઉન્ટ અને દેશમાં પૈસા ટ્રાન્સફર થઇ ગયા હતા. તેમણે સાયબર એકસપર્ટ મયુર ભુસાવળકરનો સંપર્ક કરતાં તેમણે અભ્યાસ કર્યો હતો. તપાસમાં જણાયું હતું કે વિશાલભાઇનું કાર્ડ ક્લોન કરાયું હતું અને OTP બાયપાસ કરીને સાયબર ક્રિમીનલ્સે OTP મેળવીને ખાતુ ખાલી કરી નાંખ્યું હતું.

કાર્ડ ક્લોન થતું અટકાવવા શું કરવું?

  • અજાણી વ્યક્તિને ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ ન આપવું
  • કાર્ડને કોઇ પણ ઓનલાઇન પોર્ટલ પર સેવ ન કરવું
  • ATMના ઉપયોગમાં સાવધાની રાખવી, સ્કીમર લગાવેલું છે કે નહી તે ચકાસવું
  • કાર્ડની મિનિમમ લિમીટ સેટ કરવી અને ઇન્ટરનેશનલ ટ્રાન્જેકશન ડીસેબલ કરવા
  • માત્ર HTTPSથી શરૂ થતી વેબસાઇટમાં જ કાર્ડ ડિટેઇલ્સ શેર કરવી

આ રીતે કાર્ડ કલોન કરાય છે

સાયબર ક્રિમીનલ્સ જે તે વ્યક્તિના ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડને સ્કીમર ડીવાઇસની મદદથી એક વાર સ્વીપ કરીને કાર્ડનો નંબર, કાર્ડધારકનું નામ સહિતની તમામ માહિતી સ્કીમર ડીવાઇસમાં કોપી કરી લે છે. આ કોપી કરેલી માહિતીના આધારે નવું કાર્ડ બનાવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ