કેબિનેટની નિમણૂક સમિતિએ ડો. ઉર્જિત પટેલની આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ED) તરીકે નિમણૂક કરાયા છે. આ નિમણૂક ત્રણ વર્ષના સમયગાળા માટે છે, જે તેના કાર્યભાર સંભાળ્યાની તારીખથી અથવા આગામી આદેશો સુધી અમલમાં રહેશે. રઘુરામ રાજન પછી ડો. ઉર્જિત પટેલ ભારતના 24મા RBI ગવર્નર બન્યા હતા.