રામ સેતુ (Ram Setu) ને રાષ્ટ્રીય સ્મારક (National Memorial) જાહેર કરવામાં વિલંબ અંગે ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે. સ્વામીએ તેમની અરજીમાં કહ્યું છે કે રામ સેતુ લોકોની શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. સરકારે તેને કોઈપણ પ્રકારના દુરુપયોગ, પ્રદૂષણ અથવા અનાદરથી બચાવવા માટે શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવા જોઈએ.