અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને યુએસ ફેડરલ અપીલ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદાથી મોટો ઝટકો આપ્યો છે. અદાલતે ટ્રમ્પ સરકાર દ્વારા લાદવામાં આવેલા મોટાભાગના નવા ટેરિફ ગેરકાયદેસર જાહેર કર્યા છે. આ ચુકાદો સ્ટીલ અને એલ્યુમિનિયમ સહિતના ઘણા આયાત ઉત્પાદનો પર લાગુ પડતા વ્યાપક ટેરિફને લઈને આવ્યો છે.