રામબન જિલ્લાના રાજગઢમાં વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું. અનેક ઘરો કાટમાળ નીચે દટાઈ ગયા છે અને 3 ના મોત - 4 લાપતા થયાના અહેવાલ છે. અચાનક આવેલા આ કુદરતી કહેરમાં આખા રાજગઢમાં વિનાશ વેરાયો છે. ઘણા ઘરો ધોવાઈ ગયા છે, જ્યારે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વહીવટીતંત્રે અસરગ્રસ્ત પરિવારો માટે કામચલાઉ રાહત કેન્દ્રો શરુ કરી દીધા છે.