દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં સોમવારે એક જ દિવસમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫૫૩ નવા કેસ સામે આવ્યા છે અને ૩૬ લોકોનાં મોત થયાં છે. કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧૭,૬૫૬ થઈ છે અને કુલ મૃત્યુઆંક ૫૫૯ થયો છે. દેશમાં ૧૪૧૭૫ લોકોની સારવાર ચાલી રહી છે જ્યારે ૨૫૪૬ લોકો સાજા થયા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા મહારાષ્ટ્રમાં ૪૪૮૩, દિલ્હીમાં ૨૦૦૩, રાજસ્થાનમાં ૧૫૩૫, ગુજરાતમાં ૧૮૫૧, એમપીમાં૧૪૦૭, યુપીમાં ૧૧૧૭, બિહારમાં ૯૬ થઈ છે. દેશનાં ૨૭ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાનો વ્યાપ વિસ્તર્યો છે.