ભારતીય સેનાએ ખુલાસો કર્યો છે કે ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન અમૃતસરના પ્રખ્યાત સુવર્ણ મંદિર સહિત પંજાબના વિવિધ શહેરો પર પાકિસ્તાન તરફથી સંભવિત મિસાઇલ અને ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા હતા. ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ નિશાન બનાવીને નાશ કરાયેલા પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનનો કાટમાળ દર્શાવતો એક વીડિયો સેનાએ બહાર પાડ્યો છે. સુવર્ણ મંદિરની સુરક્ષા માટે આકાશ મિસાઇલ પણ તૈનાત કરવામાં આવી હતી. 15મી પાયદળ ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી) મેજર જનરલ કાર્તિક સી શેષાદ્રીએ સોમવારે (19 મે) આ માહિતી આપી.