પોરબંદરમાં 163 કરોડના સાયબર કૌભાંડ કેસ હાર્બર મરીન પોલીસે કુતિયાણાના હીરલબા જાડેજા સહિત 4 વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે 4 મહિના આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના તપાસનીશ અધિકારીએ પોરબંદર કોર્ટમાં 3000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં હજુ 6 આરોપીને પકડવાના બાકી દર્શાવીને ફરાર જાહેર કર્યા છે. હીરલબા સહિત ટોળકી સામે કુલ 130 જેટલી સાઈબર ક્રાઇમની અલગ-અલગ રાજ્યમાં ફરિયાદો નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે.