લોકસભા સત્ર દરમિયાન ભારે ધાંધલ-ધમાલ, હોબાળો અને સૂત્રોચ્ચારોની ઘટના બાદ આજે સત્ર પૂર્ણ થયું છે. આ સાથે લોકસભામાં શરમજનક ઈતિહાસ પણ રચાયો છે, કારણ એ છે કે, આ સત્રમાં કુલ 120 કલાક કામકાજ કરવાનો સમય નિર્ધારીત કરાયો હતો, જોકે તેમાંથી માત્ર 37 કલાક જ કામકાત થઈ શક્યું છે અને 87 કલાક બરબાદ થઈ ગયા છે. લોકસભા સચિવાલયના જણાવ્યા મુજબ, સત્રમાં કુલ 21 બેઠકો યોજાઈ હતી, જેમાંથી 84 કલાકથી વધુ સમય બરબાદ થયો છે, જે 18મી લોકસભાના ઈતિહાસમાં હોબાળાને કારણે વેડફાઈ ગયેલો સૌથી વધુ સમય છે.