Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી બે રેન્જના જંગલમાં છેલ્લા 2 મહિનાની અંદર 25 સિંહોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાંથી અમુક સિંહોના મોત શંકાસ્પદ લાગતા વન વિભાગ હરકતમાં આવ્યું છે. જોકે વન વિભાગે સિંહોના મોત પાછળ ચેપી રોગચાળો હોવાની વાતને નકારી છે.

બે દિવસ પહેલા જ 7 થી 8 સિંહણો સાથે 8 જેટલા સિંહબાળને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ અહીં વધુ એક સિંહબાળનું મોત થતા જૂનાગઢ સક્કરબાગ ઝૂ સહિત અન્ય મેડિકલ કેર સેન્ટરોમાંથી તબીબી ટીમને જશાધાર બોલાવવામાં આવી હતી.

અહીં તપાસને અંતે સિંહબાળોનું મોત લોહીમાં હિમોગ્લોબિન ઓછુ હોવાના કારણે થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે મોટા પ્રમાણમાં વેટરનરી ડોક્ટરોનો કાફલો જસાધારમાં ખડકાયો છે, તેનાથી કોઈ ગંભીર બાબત હોવાનું લાગી રહ્યું છે.

આ બાબતે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હાલ વિશ્વ જીવલેણ કોરોના વાઈરસ સામે લડી રહ્યું છે, ત્યારે ગીરની પૂર્વ રેન્જમાં છેલ્લા 2 મહિનાની અંદર 25 જેટલા સિંહો કેનાઈન ડિસ્ટેમ્પરથી મોતને ભેટ્યા છે. તેમણે 18 બીમાર સિંહોને વન વિભાગે પકડ્યાની તેમજ સારવાર બાદ તેમને મૂળ વિસ્તારમાં છોડવામાં આવશે એમ જણાવ્યું છે. સાથે જ આ અંગે વન વિભાગ દ્વારા ઝડપથી કાર્યવાહી કરવાનું પણ તેમણે જણાવ્યું છે.

જણાવી દઈએ કે, આજથી દોઢ વર્ષે પહેલા પણ ગીરની દલખાણીયા રેન્જમાં કેનાઈન ડિસ્ટેમ્પર નામના વાઈરસથી સિંહોના ટપોટપ મોત થયા હતા. જે બાદ વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને આ માટે દહેરાદૂનથી નિષ્ણાંતોની ટીમને બોલાવવામાં આવી હતી. હવે ફરીથી એક વખત સિંહોને કેદ કરવામાં આવતા વન વિભાગની કાર્યવાહી પર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ