ભારતને પ્રથમ સ્વદેશી વિક્રમ-૩૨ બિટ માઇક્રોપ્રોસેસર ચિપ મળી ગઇ છે. આ ચિપના લોન્ચિંગ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એ દિવસો દૂર નથી જ્યારે ભારતમાં બનેલી એક નાની એવી ચિપને કારણે વિશ્વમાં મોટું પરિવર્તન આવશે. સેમીકોન ઇન્ડિયા ૨૦૨૫ના સમ્મેલનમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન મોદીને વિક્રમ-૩૨ બિટ પ્રોસેસર અને ચાર સેમીકન્ડક્ટર પ્રોજેક્ટના ટેસ્ટ ચિપ્સ આપી વિસ્તૃત માહિતી આપી હતી. મોદીએ આ સેમીકન્ડક્ટરને ૨૧મી સદીનો ડિજિટલ હીરો ગણાવી હતી.