રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામે આજે એક અત્યંત કરુણ ઘટના બની છે. ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના ત્રણ માસૂમ બાળકો ગામના તળાવમાં ન્હાવા પડ્યા હતા અને કમનસીબે પાણીમાં ડૂબી જવાથી તેમના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી હાલમાં ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.