લદ્દાખમાં એલએસી પર પ્રવર્તી રહેલા ઉગ્ર તણાવ મધ્યે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, લદ્દાખમાં ૩૮,૦૦૦ ચોરસ કિલોમીટર ભારતીય વિસ્તાર પર ચીને ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો છે. રાજનાથસિંહે રાજ્યસભાને એલએસીની સ્થિતિની જાણકારી આપતા જણાવ્યું હતું કે, લદ્દાખમાં ચીને અંદાજિત ૩૮,૦૦૦ ચોરસ કિમી ભારતીય વિસ્તાર પચાવી પાડયો છે. તે ઉપરાંત કથિત ચીન પાકિસ્તાન સરહદી કરાર અંતર્ગત ૧૯૬૩માં પાકિસ્તાને તેના કબજા હેઠળના કાશ્મીરના ૫૧૮૦ ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશને પણ ચીનને ભેટમાં આપી દીધો હતો. ચીન ઉત્તરપૂર્વ ભારતના અરુણાચલપ્રદેશમાં પણ ૯૦,૦૦૦ ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશ પર પોતાનો દાવો કરી રહ્યો છે.