કોરોનાકાળ ચાલી રહ્યો છે અને છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે તેવા સમયમાં રવિવારે રાત્રે ૮.૧૩ મિનિટે સમગ્ર ગુજરાતમાં ધરતીકંપનો ભારે આંચકો અનુભવાયો હતો. ભચાઉથી ૧૦ કિલોમીટરના અંતરે ૨૩.૩૯ અને ૭૦.૪૧ અક્ષાંશ રેખાંશે આવેલા હલરા અને વામકા ગામ નજીક આ કંપન નોંધાયું હતું જેની તીવ્રતા ૫.૩ની નોંધાઈ હતી. ભચાઉ તાલુકાના માય, હલરા વામકા ગામની સીમમાં એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું હતું. લોકો ભયના માર્યા ઘરની બહાર નીકળી આવ્યા હતા. ભુજ તેમજ રાપરના પંડયાગઢ, આડેસરના મકાનોમાં તિરાડો પડી હતી.