હાલમાં સમગ્ર રાજ્યમાં સ્કૂલ સંચાલકો દ્વારા ફી ઉઘરાવવા મામલે વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે. કોરોનાનાં કપરાં કાળમાં ઉદ્યોગ-રોજગાર બંધ હતા. તેવામાં સ્કૂલો પણ બંધ છે. જેને કારણે ફી ભરવા મામલે વાલીઓએ પણ વિરોધ કર્યો હતો. જે બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું છે કે, સ્કૂલ સંચાલકો 3 મહિના સુધી ફી ભરવા મામલે દબાણ નહીં કરી શકે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, ચાલુ વર્ષની ફીમાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવશે નહીં. 15 ઓગસ્ટ સુધી રાજ્યની શાળાઓ બંધ રહેશે. ત્રિમાસિક ફી ભરવા માટે સ્કૂલ સંચાલકો દબાણ કરી શકશે નહીં. ત્રિમાસિકને બદલે માસિક ફી ભરી શકાશે. કોરોના કાળમાં ફી લેવા માટે દબાણ કરાશે તો ચલાવી નહીં લેવાય અને શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે.