સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસને પરાસ્ત કરવા ચાલી રહેલા પ્રયાસોમાં દિલ્હીની લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં કોવિડ-૧૯ના દર્દીઓની પ્લાઝમા થેરાપી દ્વારા સારવારમાં સંતોષકારક પરિણામો જોવા મળતાં આશાનું કિરણ પ્રગટયું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોરોના વાઇરસના ૪ દર્દીઓ પર પ્લાઝમા થેરાપીની ટ્રાયલમાં પ્રોત્સાહનજનક પરિણામ સામે આવ્યાં છે. થોડી વધુ ટ્રાયલ બાદ કોરોનના દર્દીઓની પ્લાઝમા થેરાપી દ્વારા મોટાપાયે સારવાર કરવાની પરવાનગી કેન્દ્ર સરકાર પાસે માગવામાં આવશે.