જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે બાવન કિલોગ્રામ વિસ્ફોટકો મળી આવતાં પુલવામા જેવો ભયાનક આતંકવાદી હુમલો નિષ્ફળ બનાવાયો હતો. ગયા વર્ષે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયાં હતાં. ભારતીય સેનાએ જારી કરેલા નિવેદન અનુસાર કારેવા ખાતે સંયુક્ત સર્ચ ઓપરેશનમાં હાઇવે નજીક સિન્ટેક્સની જમીનમાં દાટેલી ટેન્ક મળી આવી હતી. આ ટેન્કમાં ૧૨૫ ગ્રામ વિસ્ફોટકો ધરાવતા ૪૧૬ પેકેટ સંતાડેલાં હતાં. તેથી આ વિસ્તારમાં વધુ શોધખોળ કરાતાં બીજી ટેન્ક મળી હતી જેમાં ૫૦ ડિટોનેટર સંતાડવામાં આવ્યા હતા. ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાથી ફક્ત ૯ કિમી દૂર હાઇવે નજીકથી આ વિસ્ફોટકો મળી આવ્યા હતા.