દિલ્હીમાં કોરોનાનાં કેસમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે અને દેશમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ પછી દિલ્હી ત્રીજા નંબરે પહોંચી ગયું છે ત્યારે દિલ્હીનાં મુખ્યપ્રધાન કેજરીવાલે કોરોનાની સારવાર માટે ઇનકાર કરનાર અને બ્લેકમાર્કેટિંગ કરનાર ખાનગી હોસ્પિટલો સામે સખતમાં સખત પગલાં લેવાની ચેતવણી આપી છે. કોરોનાનાં એક દર્દીને પહેલાં સારવાર માટે ઇનકાર કરવાની અને આજીજી કર્યા પછી રૂ. ૮ લાખ લઈને બેડ આપ્યાની ઘટના ન્યૂઝ ચેનલમાં પ્રકાશિત થયા પછી કેજરીવાલ પ્રાઇવેટ હોસ્પિટલોની દાદાગીરી સામે ભડક્યા હતા અને આકરાં પગલાં લેવાની ચેતવણી આપી હતી. દિલ્હીની કેટલીક ખાનગી હોસ્પિટલો કોરોના મહામારીનો ગેરલાભ ઉઠાવી રહી છે અને બેડનું બ્લેકમાર્કેટિંગ કરાઈ રહ્યું છે તેવા આક્ષેપો તેમણે કર્યા હતા.