ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. 28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે. ઈરફાનની માતાનું હાલમાં જ એટલે કે 25 એપ્રિલે નિધન થયું હતું. માતાના નિધનના ચાર દિવસ બાદ જ ઈરફાનનું નિધન થયું છે.
શૂજીત સરકારે નિધનની પુષ્ટિ કરી
ફિલ્મમેકર શૂજીત સરકારે ટ્વીટર પર ટ્વીટ કરીને ઈરફાન ખાનના નિધનની પુષ્ટિ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું, મારો વ્હાલ મિત્ર ઈરફાન, તું બહુ જ લડ્યો, લડ્યો અને લડ્યો. મને હંમેશાં તારી પર ગર્વ રહેશે. આપણે ફરી મળીશું. બબિલ તથા સુતપાને આશ્વાસન. સુતપા તે આ લડાઈમાં તારીથી જે થયું તે તમામ કર્યું. શાંતિ અને ઓમ શાંતિ… ઈરફાન ખાનને સલામ.