Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આગામી 23મી એપ્રિલે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થનાર છે. આ મતદાનમાં દેશની 115 લોકસભાના ઉમેદવારોનું ભાવી નક્કી થશે. જણાવી દઈએ કે, આ ચૂંટણી પહેલાં જાહેર થયેલા એસોસિએશન ઑફ ડેમોક્રેટિક રિપબ્લિક (ADR)ના રીપોર્ટ મુજબ ગુજરાત રાજ્યની 13 બેઠકોના ઉમેદવારોએ પોતાના પર ક્રિમિનલ કેસ હોવાનો સોગંધનામામાં ઉલ્લેખ કર્યો છે. આ રીપોર્ટ મુજબ ગુજરાત દેશમાં બીજા ક્રમે છે જ્યારે કેરળ પહેલા ક્રમે છે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત થયેલા રીપોર્ટ મુજબ એક લોકસભા બેઠક પર ત્રણ કે તેથી વધુ ઉમેદવારે પોતાના પર ક્રિમિનલ કેસ નોંધાયો હોવાનો ઉલ્લેખ કર્યો હોય તેવી બેઠકોનો રેડ અલર્ટ બેઠકોમાં સમાવેશ થાય છે. ADRના રીપોર્ટ મુજબ દેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં આવી બેઠકોની સંખ્યા 63 છે જેમાંથી કેરળની 15 અને ગુજરાતની 13 બેઠકોનો સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે, ADRનો રીપોર્ટ ચૂંટણી લડનાર ઉમેદવારની આર્થિક, ગુનાહિત, શૈક્ષણિક અને લૈગિંક વિગતોના આધારે તૈયાર કરવામાં આવતો હોય છે. ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણી લડી રહેલા 371 ઉમેદવારો પૈકીના 58 ઉમેદવારોએ પોતાના પર ક્રિમિનલ કેસ હોવાનો ઉલ્લેખ સોગંધનામામાં કર્યો છે, જ્યારે આ 58 પૈકીના 34 ઉમેદવારોએ તેમના પર ગંભીર ગુના હોવાનો ઉલ્લેખ કર્યો છે. નોંધનીય છે કે, રાજ્યના આ 58 ઉમેદવારો પૈકીના 10 ઉમેદવાર કોંગ્રેસના જયારે 4 ઉમેદવાર ભાજપના છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ