કેરળ બાદ હવે તમિલનાડુમાં કેન્દ્ર સરકારના બીફ બેન પર વિરોધ ઉભો થયો છે. આ પ્રતિબંધ પછી રવિવારે રાતે IIT (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી), મદ્રાસના સ્ટુડન્ટ્સે ‘બીફ ફેસ્ટ’ યોજ્યો હતો, જેમાં આશરે 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અહીં તેમણે, કતલ માટે પશુઓના વેચાણ પણ કેન્દ્ર સરકારે મુકેલા પ્રતિબંધની ચર્ચા પણ કરી હતી. તમિલનાડુમાં બીફ (ગૌમાંસ) ઉપર પ્રતિબંધ નથી. જાહેર થયેલી તસવીરોમાં વિદ્યાર્થીઓ કેમ્પસની લોનમાં બેસીને બીફ ખાતા દેખાઈ રહ્યાં છે. કેરળમાં સીપીઆઈ(એમ), કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બીફ ફેસ્ટિવલના આયોજન બાદ તમિલનાડુમાં પણ આ આયોજન થયું છે.