કેન્દ્રની મોદી સરકારે કોરોના સામે લડવા માટે આજે મળેલી કેબિનેટ બેઠકમાં તમામ સાસંદોના વેતનમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. તમામ સાંસદોએ પણ આ વેતનકાપનો સ્વીકાર કર્યો છે. જે બાદ ગુજરાત સરકારે પણ કેન્દ્રને અનુસરતાં તમામ મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં પણ ધારાસભ્યની 1.5 કરોડની ગ્રાન્ટ પણ એક વર્ષ માટે કોરોના સામે લડવા માટે ખર્ચાશે.