ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. લોકડાઉન પછી અનલોકના ફેઝમાં દરરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે. તેમાં પણ અમદાવાદમાં કોરોનાએ જે ગતિ પકડી છે તે ચિંતાજનક છે.
અમદાવાદમાં મૃત્યુદર 7.1 ટકા પર છે જે દેશમાં બીજા નંબરે છે. પહેલા નંબરે કોલકત્તા છે ત્યાં મૃત્યુદર 9 ટકા છે. અમદાવાદ હાલ કોરોનાનું ડેથસ્પોટ બની ગયું છે. અમદાવાદમાં દર 100 કેસોમાંથી 7 લોકોના મોત નોંધાયા છે. એટલે જ અમદાવાદને કોરોનાનું ડેથસ્પોટ માનવામાં આવી રહ્યુ છે કારણ કે ગયા મહિના સુધી મૃત્યુ દર 5 ટકા હતો, તે હવે વધીને 7.1 ટકા થઈ ગયો છે. જેનો અર્થ છે કે આ શહેર મૃત્યુના કેસોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે.
ગુજરાતમાં કોરોના મૃત્યુદરની વાત કરીએ તો તે 9.16 ટકા છે. છેલ્લા 84 દિવસમાં ગુજરાતમાં કોરોનાના કારણે કુલ 1385 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે આમાંથી 1117 મોત માત્ર અમદાવાદમાં થયા છે. છેલ્લા 10 દિવસની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાને કારણે 309 લોકોનાં મોતને ભેટ્યા છે, જેમાં અમદાવાદમાં જ 250 લોકોનાં મોત થયાં છે.