આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) એ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં જન સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે આ કાર્યક્રમમાં પ્રજાના પ્રશ્નો અને રજૂઆતો સાંભળ્યા હતા. મુખ્યમંત્રી એ જન સંવાદમાં ભાગ લીધા ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે સમર્પણ ટાવર ખાતે વૃક્ષારોપણ પણ કર્યુ હતું.
ઘાટલોડિયાના જન સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહભાગી થયા હતા. તેમણે શાંતિ અને ધીરજપૂર્વક સ્થાનિકોના પ્રશ્નો અને રજૂઆતોને સાંભળ્યા હતા. તેઓ ઘાટલોડિયાના સમર્પણ ટાવર ખાતે સ્થાનિકો સાથે રુબરુ થયા હતા. મોટી સંખ્યામાં સ્થાનિકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા, જોવા અને રજૂઆતો કરવા ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રીની ગરિમામય ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું.