ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. ઈટિયાથોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દર્શન માટે જઈ રહેલી બોલેરો કાર બેકાબૂ બનતાં નહેરમાં ખાબકી હતી. જેમાં કુલ 15 લોકો સવાર હતાં, જેમાંથી 11 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં. અન્ય ચાર ગંભીર રૂપે ઘવાયા છે.