ગુજરાતમાં કોરોનાનું હોટ સ્પોટ બની ગયેલા અમદાવાદમાં દિવસેને દિવસે વધી રહેલા કેસો આગામી સમય માટે લાલબત્તી સમાન બની ગયા છે. ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિ. કમિશનરને કોરોના પોઝિટીવ આવ્યા બાદ સિવિલના સુપ્રિટેન્ડેન્ટને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના પુત્રને કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જી.એચ.રાઠોડના પુત્રને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના કારણે ગાઈડલાઈન્સ પ્રમાણે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જી.એચ. રાઠોડ ક્વોરન્ટાઈન થતા તેમની જગ્યાએ ડૉ.જે.પી. મોદીએ સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ સંભાળ્યો છે. જ્યારે 1200 બેડની હોસ્પિટલનો ચાર્જ ડૉ. ગજ્જરને સોંપવામાં આવ્યો છે.